ઈદ નિમિત્તે સ્પોર્ટ્‍સ બાઇક ખરીદી શોએબ ઇબ્રાહિમે

07 June, 2019 11:30 AM IST  |  મુંબઈ

ઈદ નિમિત્તે સ્પોર્ટ્‍સ બાઇક ખરીદી શોએબ ઇબ્રાહિમે

શોએબ ઇબ્રાહિમ

ઈદના પર્વને મનાવતાં દીપિકા કક્કડના હસબન્ડ શોએબ ઇબ્રાહિમે લગભગ ૨૮ લાખ રૂપિયાની બાઇક ખરીદી છે. એવું કહી શકાય કે આ તેમના માટે સૌથી મોટી ઈદી છે. આ લક્ઝરી સુપર બાઇક ડુકાતી panigalev4 STD છે. આ બાઇકની કિંમત ૨૮ લાખથી લઈને ૬૦ લાખ રૂપિયા સુધીની છે. જોકે શોએબનું મૉડલ panigalev4 STD છે. રેડ કલરની આ બાઇકનો ફોટો શોએબે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

આ પણ વાંચો : શેખર કપૂર 'પ્રધાનમંત્રી 2' બહુ જલદી લઈને આવશે

આ ફોટોમાં શોએબની સાથે તેની વાઇફ દીપિકા અને તેની બહેન સબા જોવા મળી રહી છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘એક એવું સપનું જે દરેક છોકરો જુએ છે અને એ આજે વાસ્તવિકતામાં પલટાઈ ગયું છે. થૅન્ક યુ અલ્લાહ ફૉર એવરી‌થિંગ’

television news