શેખર કપૂર 'પ્રધાનમંત્રી 2' બહુ જલદી લઈને આવશે

06 June, 2019 10:14 AM IST  |  મુંબઈ

શેખર કપૂર 'પ્રધાનમંત્રી 2' બહુ જલદી લઈને આવશે

શેખર કપૂર

શેખર કપૂર હાલમાં ‘પ્રધાનમંત્રી 2’ પર કામ કરી રહ્યા છે. ટીવી-સિરિયલ ‘પ્રધાનમંત્રી’ દ્વારા તેમણે ટીવી-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. જુદા-જુદા પ્રાઇમ મિનિસ્ટરના કાર્યકાળમાં દેશમાં કેવા બદલાવ આવ્યા હતા એના પર આ શો હતો જેને તેમણે હોસ્ટ કર્યો હતો. એક ટ્‍વિટર યુઝરે ટ્વીટ કર્યું હતું કે ‘બીજી વાર ‘પ્રધાનમંત્રી’ જોઈ રહ્યો છું. શેખર કપૂર સર દ્વારા ખૂબ જ અદ્ભુત નરેશન કરવામાં આવ્યું છે. તમારા યોગદાન બદલ આભાર સર.’

આ પણ વાંચો : માધુરી દીક્ષિત-શ્રીરામ નેનેની લવસ્ટોરી પર આધારિત છે 'કહાં હમ, કહાં તુમ'

આ ટ્વીટનો જવાબ આપતાં શેખર કપૂરે કહ્યું હતું કે ‘હું ખૂબ જ જલદી ‘પ્રધાનમંત્રી 2’ લઈને આવીશ. આશા રાખું છું કે એ પણ તને ગમશે.’

shekhar kapur television news tv show