ડાન્સ દીવાને 2ના સેટ પર નાનકડી નીરજાના ટૅલન્ટનો કાયલ થઈ ગયો શશાંક ખૈતાન

17 June, 2019 11:05 AM IST  | 

ડાન્સ દીવાને 2ના સેટ પર નાનકડી નીરજાના ટૅલન્ટનો કાયલ થઈ ગયો શશાંક ખૈતાન

‘ડાન્સ દીવાને 2’

‘ડાન્સ દીવાને 2’ના સેટ પર જજની ખુરશી સંભાળનારા ડિરેક્ટર શશાંક ખૈતાન એક ૭ વર્ષની કૉન્ટેસ્ટન્ટ નીરજાના ડાન્સનો કાયલ બની ગયો. આ શોમાં શશાંકની સાથે માધુરી દી‌ક્ષિત નેને અને કૉરિયોગ્રાફર તુષાર કાલિયા પણ જજ બન્યાં છે. ‘ડાન્સ દીવાને 1’માં પણ ભોપાળની ૮ વર્ષની શૌર્યા જૈનના ડાન્સની શશાંકે ખૂબ પ્રશંસા કરી હતી. આ વખતે નીરજાનો પર્ફોર્મન્સ શશાંકને ખૂબ પસંદ પડી ગયો છે.

આ પણ વાંચો : 'કહાં હમ, કહાં તુમ'ના યુનિક લોન્ચ કોન્સેપ્ટના થયા વખાણ

સ્પર્ધક કોઈ પણ ઉંમરના હોય, શશાંક તેમનામાં છુપાયેલી કળાને પારખી લે છે. તે દરેકને સાથ-સહકાર આપે છે. શશાંક મુજબ ઉંમર એકમાત્ર નંબર છે. તે નીરજાને આ શોમાં ખૂબ આગળ જતી જોવા માગે છે. આ શો કલર્સ પર શનિવારથી શરૂ થયો છે. આ રિયલિટી શો દર શનિવારે અને રવિવારે રાત્રે ૯ વાગે કલર્સ ચૅનલ પર દેખાડવામાં આવે છે.

television news tv show colors tv