શાહબાઝ ખાનની ફિર લૌટ આયી નાગિનમાં એન્ટ્રી

06 November, 2019 11:04 AM IST  |  Ahmedabad

શાહબાઝ ખાનની ફિર લૌટ આયી નાગિનમાં એન્ટ્રી

શાહબાઝ ખાન

અઢળક હિન્દી ફિલ્મો અને બેતાલ પચીસી, ચંદ્રકાંતા, યુગ, ધ ગ્રેટ મરાઠા સહિતની જુદા-જુદા વિષયવસ્તુ ધરાવતી સિરિયલો કરનાર અભિનેતા શાહબાઝ ખાન હવે દંગલ ચૅનલની ‘ફિર લૌટ આયી નાગિન’ નામના ફૅન્ટસી શોમાં દેખાશે. 

નિક‌િતા શર્મા, મનીષ ખન્ના, જત‌િન્દર ભારદ્વાજ સહિતના કલાકારો અભિનીત ‘ફિર લૌટ આયી નાગિન’ સપ્ટેમ્બરથી દંગલ ટીવી પર શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે દંગલ ટીવી ભારતના રૂરલ વિસ્તારમાં ખાસી એવી લોકપ્રિય ચૅનલ છે. બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા થતા સર્વેમાં પણ ‘દંગલ’ ચૅનલનું નામ અવારનવાર ટૉપ પર જોવા મળે છે. એમાં આ નવી સિરિયલ શરૂ થઈ છે અને મોટા ભાગની ફિલ્મો તથા સિરિયલોમાં નેગેટિવ પાત્ર ભજવનાર શાહબાઝ ખાનની એક મહત્વના પાત્રમાં એન્ટ્રી થવાની છે. મોટા ભાગે એ પાત્ર નેગેટિવ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોવાનું એ છે કે દર્શકોને એ પાત્ર અને પાત્ર દ્વારા આવતો વળાંક કેવો લાગે છે.

television news