વેબ-સિરીઝ પર પદાર્પણ કરવાને લઈને ઍક્સાઇટેડ છે શબ્બીર અહલુવાલિયા

05 May, 2019 09:10 AM IST  |  મુંબઈ

વેબ-સિરીઝ પર પદાર્પણ કરવાને લઈને ઍક્સાઇટેડ છે શબ્બીર અહલુવાલિયા

શબ્બીર અહલુવાલિયા

શબ્બીર અહલુવાલિયા વેબ-સિરીઝમાં કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહી છે. તે જલદી એકતા કપૂરની વેબ-સિરીઝ ‘ફિક્સર’માં કામ કરવાનો છે. ડિજિટલ પ્લૅટફૉર્મ ALT Balaji પર આ વેબ-સિરીઝ જોવા મળશે. આ વેબ-સિરીઝ વિશે શબ્બીરે કહ્યું હતું કે ‘ALT Balaji સાથે વેબ-સિરીઝમાં પદાર્પણ કરવાને લઈને હું ખૂબ ઉત્સાહી છું. ‘કુમકુમ ભાગ્ય’ સાથે હાલમાં જોડાયેલો હોવાથી બાલાજી સાથે ફરી કામ કરવાની તક મળતાં એ મારા માટે યાદગાર છે. એકતા કપૂર સાથે મારા સારા સંબંધ છે. તેમની સાથે ફરી એક વાર એક નવા ફૉર્મેટમાં કામ કરવું મારે માટે એક અદ્ભુત ફીલિંગ છે.’

આ પણ વાંચો : 'તારક મહેતા'માં જોવા મળશે અમેરિકી અભિનેતા, બનશે જેઠાલાલના પાડોશી!

‘ફિક્સર’માં શબ્બીર પોલીસ-ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે માહી ગિલ, ઈશા કોપીકર અને કરિશ્મા શર્મા પણ જોવા મળશે. ડિજિટલ પ્લૅટફૉર્મની પ્રશંસા કરતાં શબ્બીરે કહ્યું હતું કે ‘સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ હવે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સાથે જ લોકોમાં ખાસ્સી એવી લોકપ્રિયતા પણ મેળવી રહ્યું છે. ALT Balajiએ પણ પોતાના અદ્ભુત કન્ટેન્ટના આધારે પોતાનો વ્યાપ વધાર્યો છે. વેબ-સિરીઝમાં કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એ માત્ર થોડા સમય માટે જ બનાવવામાં આવે છે અને એના શૂટિંગનો સમય પણ ખૂબ ફ્લેક્સિબલ હોય છે. આશા રાખું કે મારું આ કૅરૅક્ટર અને આ સિરીઝને લોકો
પસંદ કરશે.’

shabbir ahluwalia tv show web series