નચ બલિયે 9ને પ્રોડ્યુસ કરતા શોમાં આ એક્સ-કપલને નચાવશે સલમાન ખાન

13 June, 2019 09:35 AM IST  |  મુંબઈ

નચ બલિયે 9ને પ્રોડ્યુસ કરતા શોમાં આ એક્સ-કપલને નચાવશે સલમાન ખાન

‘નચ બલિયે 9’

સલમાન ખાન ‘નચ બલિયે 9’ને પ્રોડ્યુસ કરતા શોમાં એક્સ-કપલને નચાવશે. ‘બિગ બૉસ’ અને ‘દસ કા દમ’ને હોસ્ટ કર્યા બાદ સલમાન હવે ડાન્સ રિયલ‌િટી શોને પ્રોડ્યુસ કરવાનો છે. આ શોને જેનિફર વિન્ગેટ અને સુનીલ ગ્રોવર હોસ્ટ કરશે. આ શો સ્ટાર પ્લસ પર જલદી જ શરૂ થવાનો છે. ‘નચ બલિયે’માં રિયલ લાઇફ કપલ જીતવા માટે અથાક મહેનત કરે છે. આ વખતના શોમાં ટ્વિસ્ટ એ છે કે ખિતાબ જીતવા માટે એક્સ એકબીજા સાથે હાથ મિલાવશે. આ શોનો પ્રોમો તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. એવામાં આ શોમાં કયા સ્પર્ધકો હશે એ જાણવા માટે લોકોમાં ઉત્સાહ પણ વધી ગયો છે. આ નવા ટ્વ‌િસ્ટની સાથે જજિસની ખુરશી પર કોણ બિરાજમાન થશે એ હજી સુધી જાણી નથી શકાયું.

Salman Khan television news