સોની ટીવીથી સીધી મોદીના ઓફિશ્યલ પેજ પર

31 October, 2019 01:38 PM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

સોની ટીવીથી સીધી મોદીના ઓફિશ્યલ પેજ પર

રોશની વાલિયા સાથે રાજકુમાર રાવ

સોની ટીવીની ‘તારા ફ્રોમ સતારા’ની લીડ સ્ટાર તારા એટલે કે રોશની વાલિયાને આ દિવાળી ફળી ગઈ છે. ભારત સરકારે લીધેલા
ઇનિશિયેટિવ ‘ઇન્ડિયાવાલી દિવાલી’માં તેને રાજકુમાર રાવ સાથે કામ કરવા મળ્યું એની ખુશી તો હતી જ પણ હવે એ ડબલ રાજી થઈ છે. રોશનીના આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ઓફિશ્યલ યુટ્યુબ પેજ પર અપલોડ કર્યો છે.

રોશનીએ આ પેજની સ્ક્રીનશૉટ લઈને તેના બધા સગાવહાલાઓને પોસ્ટ કર્યો તો સાથોસાથ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ પોસ્ટ કર્યો. રોશની કહે છે કે મને આ રીતે દિવાળી ગિફ્ટ મળશે એની મેં ધારણા નહોતી રાખી.

શું છે ઇન્ડિયાવાલી દિવાલી?

‘ઇન્ડિયાવાલી દિવાલી’ ભારત સરકાર દ્વારા લોકહિતમાં તૈયાર કરવામાં આવેલો અંદાજે સવા બે મિનિટનો એક વીડિયો છે, જેમાં રાજકુમાર રાવ અને રોશની વાલિયા ઉપરાંત વત્સલ શેઠ અને અનંગ દેસાઈ પણ છે તો રાગિણી ખન્ના પણ એમાં છે. દિવાળીને માત્ર પોતાના પૂરતી સીમિત રાખવાને બદલે જરૂરીયાતમંદો અને ગરીબો સુધી એને પહોંચાડો એવો સંદેશો એમાં આપવામાં આવ્યો છે.

television news rajkummar rao Rashmin Shah