મારા કરતાં રણવીરના ઇન્સ્ટાગ્રામ પર ઓછા ફૉલોઅર્સ છે : નેહા કક્કડ

28 December, 2019 11:34 AM IST  |  Mumbai

મારા કરતાં રણવીરના ઇન્સ્ટાગ્રામ પર ઓછા ફૉલોઅર્સ છે : નેહા કક્કડ

નેહા કક્કડ

નેહા કક્કડનું કહેવું છે કે રણવીર સિંહના તેના કરતાં ઇન્સ્ટાગ્રામ પર ઓછા ફોલોઅર્સ છે. રણવીર તેના કપડા, સ્ટાઇલ અને ફિલ્મોને કારણે હંમેશાં ખૂબ જ ચર્ચામાં રહે છે. જોકે સોની ટીવી પર આવતાં ‘ઇન્ડિયન આઇડલ’ની જજ નેહા કક્કડ પણ સોશ્યલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. નેહા શોને જજ કરવાની સાથે ફિલ્મોમાં ગીત પણ ગાય છે અને સાથે જ તેના સિંગલ સૉન્ગ પણ રિલીઝ કરે છે, જેમાં તે ઍક્ટિંગ પણ કરે છે. તે તેના ભાઈ-બહેન ટોની કક્કડ અને સોનુ કક્કડ સાથે ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળી હતી.

આ શોમાં કપિલે કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ દ્વારા સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર પાંચ સેલિબ્રિટીઝને અવૉર્ડ આપવામાં આવ્યાં હતાં જેમાની નેહા એક છે. આ વિશે નેહાએ કહ્યું હતું કે ‘આ લિસ્ટમાં રણવીર સિંહ પણ હતો. જોકે તેના મારા કરતાં ઓછા ફોલોઅર્સ છે.’

રણવીરને ઇન્સ્ટાગ્રામ પર નેહા ફૉલો કરે છે. આ વિશે વધુ જણાવતાં નેહાએ કહ્યું હતું કે ‘રણવીર અને દીપિકા પાદુકોણ કપલ તરીકે મને ખૂબ જ પસંદ છે. તેઓ એકદમ પર્ફેક્ટ ક્યુટ કપલ છે.’

રણવીરના ઇન્સ્ટાગ્રામ પર ૨,૮૬,૯૧,૬૯૬ ફૉલોઅર્સ છે. બીજી તરફ નેહાના ૩,૦૫,૭૫,૧૯૮ ફૉલોઅર્સ છે

ranveer singh neha kakkar kapil sharma the kapil sharma show television news