યે જાદુ હૈ જિન કામાં સુહાની લડકીનો સ્પેશ્યલ અપીરન્સ

13 November, 2019 12:33 PM IST  |  Ahmedabad

યે જાદુ હૈ જિન કામાં સુહાની લડકીનો સ્પેશ્યલ અપીરન્સ

રાજશ્રી રાણી

સ્ટાર પ્લસ પર ચાલી રહેલી ફૅન્ટસી-ડ્રામા સ‌િરિયલ ‘જાદુ હૈ જિન કા’માં અમન જુનૈદ ખાન અને રોશની અમન ખાનની જિંદગી એકબીજા સાથે જાદુઈ રીતે સંકળાયા કરે છે. ફૅન્ટસી જોનર હોવાથી જાદુ અને જીનની વાતો આ સિરીયલમાં રજૂ કરવામાં આવે છે અને તે દર્શકોને પસંદ પણ પડી રહી છે.

આ રોમાંચક અને કાલ્પનિક વાર્તામાં દર્શકોને વધુ મજા આવે એ માટે મેકર્સ થોડા સમય માટે એક મહેમાન લાવી રહ્યા છે જે પાત્ર ભજવશે અભિનેત્રી રાજશ્રી રાણી. આ પાત્ર અમન (વિક્રમ સિંહ ચૌહાણ) અને રોશની(અદિતિ શર્મા)ની જિંદગીમાં વધુ રોમાંચ લાવવાનું કામ કરશે. રાજશ્રી છેલ્લે સ્ટાર પ્લસની જ સિરિયલ ‘ઇક્યાવન’માં ફાઇટરના રોલમાં દેખાઈ હતી. ‘યે જાદુ હૈ જિન કા’માં રાજશ્રીના પાત્રનું નામ હજી ફાઇનલ નથી થયું.

television news