પતિયાલા બેબ્સ પછી હવે મોહિત હિરાનંદાની Zee5ની વેબ-સિરીઝમાં

20 December, 2019 12:54 PM IST  |  Rajkot | Rashmin Shah

પતિયાલા બેબ્સ પછી હવે મોહિત હિરાનંદાની Zee5ની વેબ-સિરીઝમાં

મોહિત હિરાનંદાની

Zee5 માટે બનનારી ‘નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડ’ પર આધારિત વેબ-સિરીઝમાં સોની ટીવી પર આવતી ‘પતિયાલા બેબ્સ’નો સ્ટાર મોહિત હિરાનંદાની પણ જોવા મળશે. સ્મૃતિ શાહીની નૉવેલ પર આધારિત આ વેબ-સિરીઝમાં બેસ્ટ ફ્રેન્ડ્સની વાત કહેવામાં આવી છે. બન્ને ફ્રેન્ડ્સ એવા તબક્કે છૂટા પડ્યા છે જે સમયે તેમને ખબર નહોતી કે તે બન્ને એકબીજાના પ્રેમમાં છે. બન્ને છૂટા પડે છે અને ફરીથી વર્ષો પછી મળે છે. આ સમયગાળા દરમ્યાન બન્નેની લાઇફમાં અનેક ઘટનાઓ એવી ઘટી ગઈ છે કે બન્ને પહેલાંની જેમ ખૂલીને વર્તી શકતા નથી. યારીદોસ્તીના એ જૂના દિવસો કેવી રીતે પાછા આવે છે એની વાત આ વેબ-સિરીઝમાં કરવામાં આવી છે.

વેબ-સિરીઝમાં નકુલ મહેતા, અનન્યા સિંહ, વિવેક મુશરાન, સુચિત્રા ક્રિષ્નમૂર્તિ જેવા સ્ટાર્સ પણ છે.

Rashmin Shah television news