RMD માણેકચંદ ગુટખાનું આ શૉર્ટફોર્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર મળશે

22 August, 2019 12:34 PM IST  |  રાજકોટ

RMD માણેકચંદ ગુટખાનું આ શૉર્ટફોર્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર મળશે

સચિન જોષી

ગુટખાની દુનિયાના બેતાજ બાદશાહ અને માણેકચંદ ગુટખાનું ફૉર્મ્યુલેશન બનાવનારા તથા ‘ગોવા’ ગુટખા પરિવારના સચિન જોષીએ RMD નામનું ડિજિટલ પ્લૅટફૉર્મ બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં વેબસીરિઝ અને ફિલ્મો જોવા મળશે. સચિન જોષી અત્યારે પણ ફિલ્મ પ્રોડકશનમાં છે અને વાઇકિંગ નામનું પ્રોડકશન હાઉસ ધરાવે છે. સચિન જોષીની ઈચ્છા તો એક્ટર બનવાની હતી, પણ એકધારી ફ્લોપ ફિલ્મ આપ્યા પછી એણે પ્રોડકશન હાઉસ પર ધ્યાન કેન્દ્ર‌િત કર્યું, જેમાં હવે તે પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉમેરો કરશે.

આ પણ વાંચો : Zee5એ છ મહિનામાં જ સેન્ક્શન કર્યા 48 પ્રોજેક્ટ

સચિન જોષીએ એની માટે સ્ક્રિપ્ટ પણ ફાઇનલ કરવાનું શરૂ કર્યું છે. સચિનની કંપની તો RMD પર પ્રોડકશન કરશે જ, પણ સાથોસાથ સચિન બહારના પ્રોડકશન હાઉસ પાસેથી પણ વેબસીરિઝ ખરીદશે અને પ્લૅટફૉર્મ પર દેખાડશે.

television news rajkot