ફિલ્મની સરખામણીએ વેબ-શોઝ વધુ એક્સપરિમેન્ટલ હોય છે : પૂરબ કોહલી

27 December, 2018 11:25 AM IST  | 

ફિલ્મની સરખામણીએ વેબ-શોઝ વધુ એક્સપરિમેન્ટલ હોય છે : પૂરબ કોહલી

પૂરબ કોહલી

વેબ-સિરીઝ ‘ઇટ્સ નૉટ ધૅટ સિમ્પલ’ની બીજી સીઝનમાં અગત્યની ભૂમિકામાં જોવા મળનાર પૂરબ કોહલીનું કહેવું છે કે કન્ટેન્ટ અને કૉસ્ટની દૃષ્ટિએ ફિલ્મની સરખામણીએ વેબ-શોઝ વધુ એક્સપરિમેન્ટલ હોય છે. જોકે તેને બન્નેમાં કામ કરવું પસંદ છે. વેબ-સિરીઝ વિશે વધુ જણાવતાં પૂરબ કોહલીએ કહ્યું હતું કે ‘વેબ-સિરીઝનું ચલણ હાલમાં ચાલી રહ્યું છે. ઘણા લોકોને આ જોવું પણ ગમે છે. એ તમને લાંબા સમય સુધી શો સાથે બાંધી રાખે છે. તમે સ્ટોરીને અનુસરો છો. વેબ-સિરીઝને વધુ સ્વતંત્રતાથી અને કોઈ પણ જાતના બંધન વગર દર્શાવી શકીએ છીએ. કન્ટેન્ટ અને કૉસ્ટની દૃષ્ટિએ વેબ-શોઝ વધુ એક્સપરિમેન્ટલ હોય છે. મને ફિલ્મો કરવી પણ ગમે છે. બન્ને ખૂબ જ આકર્ષક છે.’

purab kohli entertaintment television news Web Series