ગીતોની દુનિયામાં લઈ જવાનું કામ કરશે પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન

22 November, 2019 12:58 PM IST  |  Rajkot

ગીતોની દુનિયામાં લઈ જવાનું કામ કરશે પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન

સિદ્ધાર્થ કાનન

‘ફિલિપ્સ ટૉપ ટેન’ નામનો શો યાદ છે?

ઝી ટીવી પર રાજ કરનારા આ શો જેવા મ્યુઝિકના અનેક શો આવતા, જેમાં બૉલીવુડ મ્યુઝિકના આ વીકનો આખો ચાર્ટ દર્શાવવામાં આવતો, પણ પછી સમય આવ્યો અને આ પ્રકારના શોની માર્કેટ ખતમ થઈ ગઈ, પણ ખતમ થઈ ગયેલી એ માર્કેટની ડિમાન્ડ અકબંધ રહેતાં હવે નવેસરથી ઝી ટીવી ‘પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન’ નામનો શો લાવી રહ્યું છે, જે આ રવિવારથી દર રવિવારે સાંજે ૭ વાગ્યે જોવા મળશે. ૨૦ ચાર્ટબસ્ટર સૉન્ગ આ શોમાં દર્શાવવામાં આવશે તો સાથોસાથ દર વખતે એમાં સેલિબ્રિટીને પણ બોલાવવામાં આવશે અને એની સાથે હોસ્ટ સિદ્ધાર્થ કાનન વાતો કરીને ઑડિયન્સનું મનોરંજન કરશે.

આ શોની એક ખાસિયત એ છે કે પૉપ્યુલર થયેલા ગીતની ઘટતી પૉપ્યુલરિટીનાં કારણો પણ અહીં દર્શાવવામાં આવશે તો આવતા દિવસોમાં પૉપ્યુલર થવાની ક્ષમતા ધરાવતાં સૉન્ગ્સને પણ એની ખાસિયત સાથે દર્શાવવામાં આવશે.

television news