વીર દાસ ભારતનાં 6 શહેરમાં ફરીને લોકોને હસાવશે

17 October, 2019 12:46 PM IST  |  અમદાવાદ | પાર્થ દવે

વીર દાસ ભારતનાં 6 શહેરમાં ફરીને લોકોને હસાવશે

વીર દાસ

સ્ટેન્ડ-અપ કૉમેડિયન અને ઍક્ટર વીર દાસ નેટફ્લિક્સનો ‘અબ્રોડ અન્ડરસ્ટૅન્ડિંગ’ શો કર્યા બાદ એમેઝોન પ્રાઈમ માટે છ એપિસોડનો ટ્રાવેલિંગ કૉમેડી શો ‘જેસ્ટિનેશન અનનોન’ લઈને આવી રહ્યો છે.

આવતી કાલે પ્રાઈમ પર રિલીઝ થનારા આ શોમાં વીર દાસ સ્ટેન્ડ-અપ કૉમેડી સાથે ભારતનાં છ શહેરોની સંસ્કૃતિ, ત્યાંના લોકોની રીતભાત સાથે પણ પરિચય કેળવશે. પટિયાલા, લખનઉ, જોધપુર, મૈસુર, કુમારકોમ અને લેહમાં વીર દાસને ભારતના અન્ય ટૉપ કૉમેડિયન પણ સાથ આપશે. ગુજરાતના જાણીતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન અને ઍક્ટર મનન દેસાઈ પણ ‘જેસ્ટિનેશન અનનોન’માં દેખાશે.

‘જસ્ટિનેશન અનનોન’ શો એના નામ મુજબ જેસ્ટરના કન્સેપ્ટ પર બનાવાયો છે. વર્ષો પહેલાં રાજાના દરબારમાં એક વિદૂષક(મશ્કરો) રહેતો જેને જેસ્ટર કહેવાતો. તે રાજા સહિત તમામની મજાક ઉડાવતો. પોતા ઉપર પણ હસતો. આ શોમાં એ દર્શાવાયું છે કે ભારતના કલ્ચરમાં વિદૂષક (સ્ટૅન્ડ-અપ કૉમેડી) પહેલાંથી વણાયેલી જ છે. નમસ્તે લંડન, દિલ્હી બેલી, ગો ગોઆ ગોન સહિતની ફિલ્મોમાં દેખાયેલો વીર દાસ ટીવી તથા વેબ-શો માટે પણ જાણીતો છે. તે સ્ટૅન્ડ-અપ કૉમેડી ઉપરાંત કૉમેડી કૉલમ્સ પણ લખી ચૂક્યો છે.

મનન દેસાઈએ વીર દાસ અને અનુ મેનન સાથે મૈસૂરમાં શૂટિંગ કર્યું

‘ધ કૉમેડી ફેક્ટરી’ના ફાઉન્ડર અને સ્ટેન્ડ-અપ કૉમેડિયન મનન દેસાઈએ મિડ-ડે સાથે વાત કરતાં કહ્યું કે ‘ટ્રાવેલિંગ કમ કૉમેડીનો આ કૉન્સેપ્ટ વીર દાસનો છે, જેમાં ત્રણ કૉમેડિયન મિત્રો ભેગા થઈને એક કોઈ એવા શહેરમાં, એવી જગ્યાએ જાય જ્યાં સ્ટેન્ડ-અપ કૉમેડી જેવું કંઈ છે જ નહીં. એ શહેરમાં ત્રણ-ચાર કલાક પસાર કરીને ત્યાંના લોકો માટે પ્રોગ્રામ ગોઠવવામાં આવે. દિવસ દરમ્યાન શહેરમાં જે પણ જોયું હોય; જાણીતી ખાવા-પીવાની વસ્તુઓ કે જગ્યાઓ, એના પર જોક (કૉમેડી)) કરવામાં આવે.

આ પણ વાંચો : આવો રહ્યો બિગ બૉસ 13નો 17મો દિવસ..વાંચો અપડેટ્સ

મનન દેસાઈએ વીર દાસ અને અનુ મેનન સાથે એક એપિસોડ શૂટ કર્યો છે. તેઓ ત્રણે મૈસૂર જઈને ત્યાંના લોકોને હસાવતા દેખાશે. મનને કહ્યું કે અમે ત્રણ દિવસ મૈસૂર રહ્યા હતા અને ત્યાં પર્ફોર્મ કર્યું હતું.

netflix television news tv show vir das