મૅક્સ પ્લેયરનો નવો શૉ હોસ્ટ કરશે મંદિરા બેદી

12 November, 2019 12:54 PM IST  |  Mumbai

મૅક્સ પ્લેયરનો નવો શૉ હોસ્ટ કરશે મંદિરા બેદી

મંદિરા બેદી

મૅક્સ પ્લેયર પર આવનારી ‘શાદી ફિટ’નો સૌથી મોટો મુદ્દો એ છે કે તમે તમારા લગ્નજીવન માટે કેટલા ફિટ છો અને લગ્નજીવન તમે જીવો છો એ કેટલું વાજબી છે. ચાર કપલ સાથેના આ શોમાં મંદિરા બેદી હોસ્ટના રોલમાં જોવા મળશે, તો ચાર કપલ વચ્ચે કેવા-કેવા પ્રશ્નો ચાલે છે અને ચાર કપલ એકબીજાને કેટલાં નજીકથી ઓળખે છે એના વિશે ચર્ચા કરવામાં આવી છે. લગ્નજીવનમાં પર્ફેક્શન જરૂરી છે નહીં કે એકબીજાની અટક બદલાવવાની નીતિ. આ જ વાતને શોની વનલાઇન બનાવવામાં આવી છે.

‘શાદી ફિટ’ અપરિણીતને પોતે મૅરેજ માટે તૈયાર છે કે નહીં એ વાત વિચારવા મજબૂર કરશે તો જેનાં મૅરેજ થઈ ગયાં છે તેઓ આ શો જોઈને વિચારતા થશે કે તેણે સાચું લગ્નજીવન માણવા માટે કેટલા પર્ફેક્ટ બનવાની હજી જરૂર છે.

આ શો આ મહિનાની ૧૫મીએ ઑનઍર થશે.

mandira bedi television news