માંજરેકર બનાવશે જેહાદ-એ-ઇશ્ક

07 October, 2019 09:54 AM IST  |  મુંબઈ

માંજરેકર બનાવશે જેહાદ-એ-ઇશ્ક

મહેશ માંજરેકર

મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા ઍક્ટર-ડિરેક્ટર મહેશ માંજરેકર અત્યારે એક એવી વેબ-સિરીઝ પર કામ કરે છે જે લોહિયાળ પ્રેમકથા પર આધારિત છે. મહેશ માંજરેકરના કહેવા મુજબ આપણા દેશની હિન્દી ફિલ્મો કરતાં પણ ચડે એવી સત્યઘટનાઓ આ દેશમાં છે, જે પ્રેમને કારણે જન્મે છે. એ ઘટનાઓને સ્ક્રીન મળવી જોઈએ.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

‘સૈરાટ’, ‘એક દૂજે કે લિએ’ કે પછી ‘કયામત સે કયામત તક’ જેવી લવ-સ્ટોરીથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ લવ-સ્ટોરી માંજરેકરે એકત્રિત કરી છે અને એની સ્ક્રિપ્ટ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. આ વેબ-સિરીઝનું ટાઇટલ છે ‘જેહાદ-એ-ઇશ્ક’. દરેક સ્ટોરી એક એપિસોડની હશે અને દરેકનો અંત નિશ્ચિત છે, પ્રેમમાં પડનારાઓની હત્યા થાય છે અને કાં તો તેઓ બન્ને પોતાની જાતને ખતમ કરે છે.‘જેહાદ-એ-ઇશ્ક’ પ્રોડ્યુસ કરવા માટે હૉટસ્ટાર તૈયાર છે.

mahesh manjrekar