સંજય ગગનાણીને કુંડલી ભાગ્યના ફૅન્સ દ્વારા આપવામાં આવ્યું નવું નામ

09 March, 2019 11:29 AM IST  | 

સંજય ગગનાણીને કુંડલી ભાગ્યના ફૅન્સ દ્વારા આપવામાં આવ્યું નવું નામ

સંજય ગગનાણી

ઝીટીવી પર આવતી સિરિયલ ‘કુંડલી ભાગ્ય’માં પૃથ્વી નામના વિલનનું પાત્ર ભજવતા સંજય ગગનાણીને શોના ચાહકોએ નવું નામ આપ્યું છે. પૃથ્વીના પર્ફોર્મન્સને લઈને તેનાં ઘણાં વખાણ કરવામાં આવી રહ્યાં છે અને તેને ઢગલાબંધ મેસેજ પણ મળી રહ્યા છે. શોના ચાહકો દ્વારા તેને ‘વિલેનરો’ નામ આપવામાં આવ્યાં છે. આ વિશે સંજયે કહ્યું હતું કે ‘મને સોશ્યલ મીડિયા પર ઘણા મેસેજિસ મળી રહ્યા છે જેમાં ‘કુંડલી ભાગ્ય’ના ચાહકો મને ‘વિલેનરો’ કહીને સંબંધી રહ્યા છે.

આ પણ વાંચો : 1983 વિશ્વ કપ વિજેતા ટીમ કપિલ શર્મા શૉમાં

આ જાણીને મને ખૂબ જ નવાઈ અને ખુશી પણ થઈ હતી, કારણ કે મેં આવું નામ પહેલાં ક્યારેય નથી સાંભYયું. મને ખુશી છે કે પૃથ્વીના મારા પાત્રને મારા ચાહકો પસંદ કરી રહ્યા છે.’

television news tv show zee tv