જોઈ લો મણિકર્ણિકાનો બ્રાઇડલ લુક

24 April, 2019 10:47 AM IST  |  મુંબઈ

જોઈ લો મણિકર્ણિકાનો બ્રાઇડલ લુક

અનુષ્કા સેન

‘ખૂબ લડી મર્દાની ઝાંસી કી રાની’ સિરિયલમાં મણિકર્ણિકાની ભૂમિકા ભજવતી અનુષ્કા સેન બની છે દુલ્હન. કલર્સ પર આવતા આ શોમાં મણિકર્ણિકા અને રાજા ગંગાધર બનેલા વિકાસ માનકટાલાના વિવાહ થવાના છે. અનુષ્કા અને વિકાસ લગ્નની આ સીક્વન્સમાં જે જ્વેલરી પહેરશે એ જયપુરની ફેમસ ડિઝાઇનર રૂપાલી ગોલેચાની ડિઝાઇન કરેલી હશે જેનું વજન લગભગ ચારથી પાંચ કિલો હશે. ઘરેણાં પ્રત્યે છોકરીઓને બાળપણથી જ લગાવ હોય છે એવું જણાવતાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘એક છોકરી માટે સોનાના દાગીના પ્રત્યેનો પ્રેમ તો બાળપણથી જ હોય છે જ્યારે તે ફ્રેન્ડ્સ અને બહેનો સાથે દુલ્હન બનીને રમે છે. મને ગોલ્ડ જ્વેલરી ખૂબ પસંદ છે અને એમાં પણ ખાસ કરીને લગ્નની જ્વેલરી પ્રત્યે તો મને ખાસ લગાવ છે. દરેક છોકરી સોનાના દાગીના પહેરીને ખૂબ જ સુંદર દેખાય છે. જે જ્વેલરી હું પહેરવાની છું એ જયપુરની ફેમસ ડિઝાઇનર રૂપાલી ગોલેચાની હશે. જે બંગડીઓ હું પહેરવાની છું એ પણ પારંપરિક અને સુંદર રીતે ઘડવામાં આવી છે. ઇયરરિંગ્સ, નોઝ રિંગ્સ અને માંગટીકાની ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક છે. સાથે જ નેકલેસ પણ અદ્ભુત રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ રિયલ ગોલ્ડ જ્વેલરી પહેરીને હું ખુશ છું. આ જ્વેલરી પહેરીને જ્યારે હું આયનામાં જોઉં છું તો અનેરી ખુશી અનુભવું છું, કારણ કે એનાથી હું અકદમ અલગ દેખાઉં છું.’

television news colors tv