જુનિયર કરિશ્મા સાથે ડાન્સ કર્યો કરિશ્માએ

10 July, 2019 10:49 AM IST  |  મુંબઈ

જુનિયર કરિશ્મા સાથે ડાન્સ કર્યો કરિશ્માએ

કરિશ્મા કપૂર

‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7’ને જજ કરવા માટે સેટ પર કરિના કપૂર ખાન નહીં, પરંતુ કરિશ્મા કપૂર પહોંચી હતી. ઝી ટીવીનાં આ શોને કરીના ટાઇમ નથી આપી શકતી. કરીના તાજેતરમાં જ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7’નું શૂટિંગ કરવા માટે લંડનથી મુંબઈ પાછી ફરી હતી. આ જ કારણ છે કે કરિશ્મા આ શોને કોરિયોગ્રાફર બૉસ્કો અને રૅપર રફતાર સાથે મળીને જજ કરવાની છે. આ શોનું તાજેતરમાં જ શૂટિંગ કરવામાં આવ્યુ હતું.

આ રિયલિટી શોમાં નોર્થ, સાઉથ, ઇસ્ટ અને વેસ્ટથી સ્પર્ધકો પોતાની પ્રતિભા દેખાડવા આવ્યા છે. નોર્થ ઝોનમાંથી આવેલાં ગ્રુપે ‘લક્ષ’નાં ટાઇટલ ટ્રેક પર પર્ફોર્મ કર્યું હતું. સાથે જ તેમણે રિબનથી ‘આઇ લવ લોલો’ લખ્યું હતું. તેમનાં આવા હાવભાવથી કરિશ્મા ખૂબ ઇમ્પ્રેસ થઈ હતી.

તો બીજી તરફ એ જ નોર્થ હાઉઝમાંથી અંજુએ પણ કરિશ્માને પ્રભાવિત કરવામાં કોઈ કસર બાકી રાખી નહીં. અગાઉના એપિસોડમાં કરીના દ્વારા અંજુને જુનિયર કરિશ્મા નામ આપવામાં આવ્યું હતું. તેણે કરિશ્માનાં ફૅમસ ગીત ‘તુજકો મિર્ચી લગી’ પર તેની સાથે ડાન્સ કરીને તેને મોહિત કરી હતી.

karisma kapoor bollywood news