કપિલ શર્માએ વડા પ્રધાન મોદીની સેન્સ ઑફ હ્યુમરની પ્રશંસા કરી

21 January, 2019 11:22 AM IST  | 

કપિલ શર્માએ વડા પ્રધાન મોદીની સેન્સ ઑફ હ્યુમરની પ્રશંસા કરી

કપિલ શર્મા સાથે પીએમ નરેન્દ્ર મોદી

તેમની સાથેનો ફોટો કપિલ શર્માએ ટ્વિટર પર શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી. તમારી સાથેની મુલાકાત ખરેખર ખૂબ જ સારી રહી હતી. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને દેશ સંદર્ભે તમારા પ્રેરણાદાયી આઇડિયાઝ અને વિચારો ગ્રેટ છે. સર, એક વાત હું અચૂક કહીશ કે તમારી સેન્સ ઑફ હ્યુમર પણ ગ્રેટ છે.’

કપિલ શર્માના આ ટ્વીટ પર મોદીજીએ રીટ્વીટ કર્યું હતું કે ‘કપિલ શર્મા જ્યારે કોઈના હ્યુમરની પ્રશંસા કરે તો સામેવાળી વ્યક્તિ જરૂર ખુશ થાય અને હું એમાંથી બાકાત નથી. કપિલ, તારા પ્રશંસનીય શબ્દો માટે આભાર.’

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણની કરી પ્રશંસા

શનિવારે નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાના ઉદ્ઘાટન વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને લઈને પોતાનો અભિગમ વ્યક્ત કર્યો હતો, જેને બૉલીવુડના અનેક લોકોએ પ્રોત્સાહન આપનાર જણાવીને પ્રશંસા કરી હતી. આ વિશે આમિર ખાને કહ્યું હતું કે ‘માનનીય વડા પ્રધાનને સાંભળવા ખૂબ જ અવર્ણનીય અનુભવ રહ્યો. તેમણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને લઈને સકારાત્મક વાતો કહી હતી. આ ફીલ્ડના લોકોને લઈને તેમની આશાઓ, તેમનો દૃષ્ટિકોણ અને વિચારધારા ખરેખર પ્રશંસનીય રહ્યાં. તેમને સાંભળવા ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું હતું.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ફિલ્મ સમિટની શરૂઆત કરવામાં આવે એવું સૂચન કર્યું હતું એની પ્રશંસા કરતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘તેમની સ્પીચ પ્રેરણાદાયી રહી હતી જે ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે વધુ આશા જગાવનારી હતી. તેમણે ભાષણમાં ઇન્ડિયન સિનેમાની સમાજ પર કેવી અસર પડે છે એ જણાવ્યું હતું. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે દાવોસ જેવું ભારતમાં એક એવું પ્લૅટફૉર્મ તૈયાર કરવું જોઈએ જે વન-સ્ટૉપ શૉપ હોય બિઝનેસ, એન્ટરટેઇનમેન્ટ અને દરેક વસ્તુ માટે. વડા પ્રધાન મોદીની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબની હતી.’

આ પણ વાંચો : ફિલ્મોની પસંદગી માટે હું હંમેશાં મારા દિલની વાત સાંભળું છું : આમિર ખાન

સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના ચૅરમૅન પ્રસૂન જોશીએ પણ પોતાના વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. બાળકો અને યુવાઓ આ મ્યુઝિયમ પ્રતિ આકર્ષિત થશે. આ મ્યુઝિયમ થકી તેમને આ ક્રીએટિવ ઇન્ડસ્ટ્રી વિશે ઘણું જાણવા અને શીખવા મળશે.’

kapil sharma narendra modi television news dilip joshi