જૂનાગઢનો મૉનાર્ક ત્રિવેદી ડાન્સ સ્ટેપ શીખવશે વિરાટ કોહલીને

20 November, 2019 12:07 PM IST  |  Mumbai

જૂનાગઢનો મૉનાર્ક ત્રિવેદી ડાન્સ સ્ટેપ શીખવશે વિરાટ કોહલીને

મોનાર્ક ત્રિવેદી

સ્ટાર પ્લસ પર શરૂ થયેલા નવા શો ‘ડાન્સ પ્લસ’ની સીઝન પાંચનો સ્પર્ધક મૉનાર્ક ત્રિવેદી આજકાલમાં વિરાટ કોહલીને મળશે. મૉનાર્ક જૂનાગઢનો છે અને તે કોહલીનો ફૅન છે. મૉનાર્કની હાઇટને કારણે તેના બાળપણથી દરેક વ્યક્તિ ચીડવતી હતી. તે અગિયાર વર્ષની ઉંમરથી ડાન્સ કરી રહ્યો છે. તેણે માની લીધું હતું કે તેને ક્યારેય સફળતા નહીં મળે. જોકે ડાન્સ પ્લસથી પ્રેરણા મેળવીને તેણે એમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. હવે આ શો દ્વારા તેને તેના ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલીને કલકત્તામાં મળવાની પણ તક મળશે. તે વિરાટને બે-ત્રણ ડાન્સ સ્ટેપ પણ શીખવશે.