કોડ-એમને રાજસ્થાન સાથે શું લાગેવળગે?

08 January, 2020 03:22 PM IST  |  Rajkot

કોડ-એમને રાજસ્થાન સાથે શું લાગેવળગે?

Code M

૨૦૦૬માં ભારત-પાકિસ્તાનની રાજસ્થાન બૉર્ડર પર આવેલા રોણીંગા નામના ગામમાં એક ઘટના બની હતી, જેમાં આર્મી જવાનોએ કરેલા એન્કાઉન્ટરમાં ગામવાસીઓએ આર્મીને જ આરોપીના કઠેડામાં ઊભા કરી દીધા હતા. એકતા કપૂરના Alt બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થનારી જેનિફર વિન્ગેટની વેબ-સિરીઝ ‘કોડ-એમ’ આ જ વિષય પર આધારિત છે. જેનિફર આર્મી ઑફિસર મોનિકા મહેરાનું કૅરૅક્ટર કર્યું છે, જેની પાસે રોણીંગા જેવી જ ઘટના આવે છે અને મોનિકાએ પુરવાર કરવાનું છે કે આર્મીએ લીધેલી ઍક્શન વાજબી હતી કે નહીં?

 

જેનિફર ઉપરાંત આ વેબ-સિરીઝમાં રજત કપૂર, સીમા બિશ્વાસ અને તનુજ વિરવાણી પણ છે. વેબ-સિરીઝનું શૂટિંગ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે આ વેબ-સિરીઝમાં પહેલાં એકતા કપૂરે તનુજની જગ્યાએ જેનિફરના એક્સ-હસબન્ડ કરણસિંહ ગ્રોવરને સાઇન કર્યો હતો, પણ જેનિફર સાઇન થતાં કરણે આ વેબ-સિરીઝ છોડી દીધી અને એની જગ્યાએ એકતા કપૂરે એને વેબ-સિરીઝ ‘બૉસ’ આપી.

‘કોડ-એમ’ ૧પ જાન્યુઆરી અને આર્મી ડેના દિવસે રિલીઝ થશે

jennifer winget web series television news