સેલ્સમૅન તરીકે પહેલાં કામ કરતો હતો જય ભાનુશાલી

24 July, 2019 11:58 AM IST  |  મુંબઈ

સેલ્સમૅન તરીકે પહેલાં કામ કરતો હતો જય ભાનુશાલી

જય ભાનુશાલી

ઍક્ટિંગમાં આવવા પહેલાં જય ભાનુશાલીએ સેલ્સમૅનની જૉબ કરી હતી. તેને એકતા કપૂરનાં શો ‘કયામત’થી પૉપ્યુલારિટી મળી હતી. એ પહેલાં તેણે કેટલીક ઍડ્વર્ટાઇઝમાં કામ કર્યું હતું. પોતાની પહેલી જૉબને યાદ કરતાં જય ભાનુશાલીએ કહ્યું હતું કે ‘મારા ડૅડી બૅન્ક મૅનેજર હતાં અને તેઓ હંમેશાં કહેતાં હતાં કે તમને એ જાણ હોવી જોઈએ કે પૈસા રળવા સહેલું નથી. અમને કહેવામાં આવ્યું હતું કે ૧૦મા ધોરણ બાદ ફ્રેન્ડ્સ સાથે જ્યાં ત્યાં ભટકવાને બદલે પાર્ટ-ટાઇમ જૉબ કરવી જોઈએ. મેં પણ કામ શોધી લીધુ હતું.

આ પણ વાંચો : કોમોલિકાના પાત્રને જે પ્રકારે લોકોએ પ્રેમ આપ્યો એનાથી હું ખુશ છું : ઉર્વશી ધોળકિયા

મેં બુક્સ વહેંચી હતી અને અમુક બ્રૅન્ડેડ શૂનાં સ્ટોર્સમાં સેલ્સમૅનની નોકરી કરી હતી. જોકે એ જૉબ મારા માટે નહોતી. લોકો મને સતત કહેતાં હતાં કે મને ઍક્ટિંગમાં હાથ અજમાવવા જોઈએ અને હીરો બનવુ જોઈએ. મેં તેમની સલાહને માન્ય રાખી અને ખૂબ ગંભીરતાથી એ વિશે વિચાર્યુ.’

jay bhanushali television news tv show