લલિત મોદીને ધ્યાનમાં રાખીને બની છે ઇનસાઇડ એજની સેકન્ડ સીઝન

20 November, 2019 12:05 PM IST  |  Mumbai

લલિત મોદીને ધ્યાનમાં રાખીને બની છે ઇનસાઇડ એજની સેકન્ડ સીઝન

લલિત મોદી

ઍમેઝૉન પ્રાઇમની મોસ્ટ અવેઇટેડ કહેવાય એવી ‘ઇનસાઇડ એજ’ની સેકન્ડ સીઝન રિલીઝ થવાની તૈયારીમાં છે. આ સેકન્ડ સીઝનમાં વિવેક ઑબેરૉય એક સરપ્રાઇઝ પૅક છે પણ એને માત્ર આગળની સીઝન સાથે કનેક્ટ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. બાકી આ સેકન્ડ સીઝનમાં રાજકારણ અને રમતને જોડવામાં આવ્યાં છે. આઇપીએલ એનું કેન્દ્ર છે અને આઇપીએલની પાછળ જોડાયેલા રાજકારણ અને રાજકારણ સાથે આવતાં સેક્સ, પૈસો, ડ્રગ્સ અને સટ્ટાને એમાં જોડવામાં આવ્યાં છે. આઇપીએલની શરૂઆત કરનારા લલિત મોદી અત્યારે ફરાર છે.
‘ઇનસાઇડ એજ-2’માં લલિત મોદીને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. લલિત મોદીએ કેવા સંજોગોમાં પ્રીમિયર લીગ શરૂ કરી અને એ શરૂ કરીને તેમના મનમાં ક્રિકેટ વર્લ્ડ પર શું કામ છવાઈ જવાની ઇચ્છા હતી એ વાત પણ અહીં લાવવામાં આવી છે તો ચેન્નઈ સુપરકિંગ્સના ફૅમિલી ઇસ્શુને પણ આ વેબ-સિરીઝમાં સમાવવામાં આવ્યો છે. ટૂંકમાં કહીએ તો ‘ઇનસાઇડ એજ-2’ રિયલ સેન્સમાં રિયલ ઇન્સિડન્ટને જોડીને તૈયાર કરવામાં આવી છે.

amazon lalit modi