બે વર્ષમાં હું ઇલાયચીની જેમ રહેવા માંડી છું : હિબા ખાન

10 January, 2020 01:34 PM IST  |  Mumbai | Harsh Desai

બે વર્ષમાં હું ઇલાયચીની જેમ રહેવા માંડી છું : હિબા ખાન

હિબા ખાન

સોની સબ પર આવતી ‘જિજાજી છત પર હૈ’માં ઇલાયચીનું પાત્ર ભજવી રહેલી હિબા નવાબનું કહેવું છે કે મેં ઇલાયચીની જેમ રહેવાનું શરૂ કરી દીધું છે. આ શોમાં ઇલાયચી એટલે કે હિબા અને પંચમ એટલે કે નિખિલ ખુરાના વચ્ચે એક અનોખી લવ-સ્ટોરી જોવા મળી રહી છે. આ શોને બે વર્ષ પૂરાં થયાં છે. એ વિશે પૂછતાં હિબાએ કહ્યું કે ‘મારી એક્સાઇટમેન્ટની કોઈ હદ નથી રહી. મારા જીવનમાં છેલ્લાં બે વર્ષ ખૂબ ઉત્તમ રહ્યાં છે. આ શોની એનર્જીને કારણે મારામાં હંમેશાં સેટ પર પહોંચવાની તાલાવેલી હોય છું. મારા માટે શરૂઆતમાં આ પાત્ર ખૂબ મુશ્કેલ હતું, પરંતુ મને અહેસાસ થયો છે કે મેં ઇલાયચીની જેમ જીવવાનું શરૂ કરી દીધું છે. આ સમયમાં અમે એક ફૅમિલી બની ગયાં છીએ અને સેટ પર મને મારી બેસ્ટ ફ્રેન્ડ રાશિ બાવા મળી ગઈ છે. આ શોમાં મેં યુનિક લુક દ્વારા ઘણાં પાત્ર ભજવ્યાં છે. આ બે વર્ષને બે શબ્દોમાં વર્ણવું તો મસ્તી અને હાસ્યથી ભરપૂર રહ્યાં છે.’

આ વિશે નિખિલ ખુરાનાએ કહ્યું હતું કે ‘આ શો દ્વારા એક ઍક્ટર તરીકે મારામાં ઘણો વિકાસ થયો છે અને મેં ઘણું શીખ્યું પણ છે. આ શોમાં મેં લગભગ ૪૦ પાત્રો ભજવ્યાં છે અને મારા માટે આ એક સ્કૂલ જેવું રહ્યું છે. હું ઘણું શીખ્યો છું અને આ અનુભવને હું લાઇફમાં સાથે લઈને ચાલીશ.’

television news tv show entertaintment