ચાહકો હજી પણ ઇચ્છે છે કે દેબિના ગૉડેસનું પાત્ર ભજવે

30 May, 2019 11:04 AM IST  |  મુંબઈ

ચાહકો હજી પણ ઇચ્છે છે કે દેબિના ગૉડેસનું પાત્ર ભજવે

દેબિના બૉનરજી

દેબિના બૉનરજીના ચાહકો હજી પણ ઇચ્છે છે કે તે ગૉડેસનું પાત્ર ભજવે. દેબિનાએ ૨૦૦૮માં આવેલી ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવ્યું હતું. આ વિશે વધુ જણાવતાં દેબિનાએ કહ્યું હતું કે ‘મારા ચાહકો હજી ઇચ્છે છે કે હું ગૉડેસનું પાત્ર ભજવું. તેઓ નથી ઇચ્છતા કે હું અને મારો પતિ (ગુરમીત ચૌધરી) બોલ્ડ અને ગ્રે શેડ્સવાળાં પાત્ર ભજવીએ. જોકે હું ઍક્ટર તરીકે હવે વિવિધ પાત્રો ભજવવા માગું છું. વેબ-સિરીઝમાં લોકો ગ્રે પાત્ર ભજવે અને લોકો એને પસંદ પણ કરે એ નૉર્મલ છે, પરંતુ ટીવીના દર્શકો માટે એ નૉર્મલ નથી.’

આ પણ વાંચો : Video: કસૌટી ઝિંદગી કી 2માં આવી રીતે થશે કોમોલિકાનું મોત

તે હવે આગામી શો ‘વિષ : અ પૉઇઝનસ સ્ટોરી’માં વિષકન્યાનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વધુ જણાવતાં દેબિનાએ કહ્યું હતું કે ‘મેં અલગ-અલગ પ્રકારના ઘણા શોમાં કામ કર્યું છે. જોકે આગામી શો ‘વિષ...’માં હું ટાઇટલ રોલ ભજવી રહી છું જે ખૂબ જ સ્ટ્રૉન્ગ છે. આ વિષકન્યાનો રિવેન્જ ડ્રામા છે. આ પાત્રને જોઈને હું વિલન લાગીશ, પરંતુ ઍક્ટિંગની દૃષ્ટિએ મારા માટે આ પાત્ર ખૂબ જ સારું છે. મને ઍક્ટિંગ પસંદ છે અને મને જો ચાન્સ મળ્યો તો હું દરેક વખતે પર્ફોર્મન્સ આધારિત પાત્ર ભજવવાનું પસંદ કરીશ.’

debina bonnerjee television news tv show