સ્ટાર પ્લસની દિવ્ય દૃષ્ટિમાં અંતરા બૅનરજીની એન્ટ્રી

23 December, 2019 11:49 AM IST  |  Ahmedabad

સ્ટાર પ્લસની દિવ્ય દૃષ્ટિમાં અંતરા બૅનરજીની એન્ટ્રી

અંતરા બૅનરજી અને પ્રકૃતિ નોટિયાલ

સ્ટાર પ્લસ પર વીક-એન્ડમાં પ્રસારિત થતી ‘દિવ્ય દૃષ્ટિ’નો એક ચાહક વર્ગ છે. આ સુપરનૅચરલ શો દર અઠવાડિયે બીએઆરસી (બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ) પર પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં આ શો ટર્ન અને ટ્વિસ્ટથી ભરપૂર રહ્યો અને વિકીનું સત્ય પણ શેરગિલ પરિવાર સામે આવી ગયું છે.

દર્શકો આ શોથી જોડાઈ ગયા છે એ જોતાં સિરિયલના નિર્માતાઓએ મજેદાર ટ્વિસ્ટ લાવવાનું નક્કી કર્યું છે. આગળ જતાં રક્ષિતની બહેન રાશિનું મોત થશે અને રાશિ બનતી પ્રકૃતિ નોટિયાલ આ શોને ગુડબાય કહી દેશે. જોકે આ એક સુપરનૅચરલ શો હોવાથી કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારે તે પાછી આવી શકે છે એથી આ રહસ્ય વિશે સમય જતાં ખબર પડશે. પ્રકૃતિએ પણ આ વિશે કોઈ ખુલાસો કરવાનું ટાળ્યું હતું.

તો Alt બાલાજીની ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ અંતરા બૅનરજી આ શોમાં એન્ટ્રી કરશે. તેણે શૂટિંગ શરૂ કરી નાખ્યું છે. અંતરાના જણાવ્યા મુજબ તેનો રોલ ખૂબ મહત્ત્વનો છે અને ઑડિયન્સને એ દંગ કરી દેશે.

television news star plus