બાલિકા વધૂ બાદ બાળલગ્ન આધારિત વધુ એક શો

30 December, 2019 12:22 PM IST  |  Ahmedabad

બાલિકા વધૂ બાદ બાળલગ્ન આધારિત વધુ એક શો

અરિના ડે

‘બાલિકા વધૂ’ બાદ કલર્સ બાળલગ્નના વિષય પર એક નવો શો લઈને આવી રહ્યું છે. આ શોની વાર્તા એક છોકરી કે જેનાં બાળલગ્ન થયાં છે તેની આસપાસ ફરશે. સ્ટાર ભારત પર રશ્મિ શર્મા નિર્મિત શો ‘મુસ્કાન’માં જોવા મળેલી અરિના ડે કલર્સના આ નવા શોમાં લીડ છોકરીની માનો રોલ કરશે.

‘બાલિકા વધૂ’ સિરિયલની વાત કરીએ તો અવિકા ગોર, પ્રત્યુષા બૅનરજી, અવિનાશ મુખરજી સહિતના કલાકારો અભિનીત આ સિરિયલ સતત ૮ વર્ષ સુધી ચાલી હતી અને એના દરેક કલાકારે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. હવે આ નવા શોને કેવો પ્રતિસાદ મળે છે એ જોવું રહ્યું. શશી સુમિત પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ શોનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. તાજેતરમાં કલર્સ પર ‘શુભારંભ’ શો શરૂ થયો છે અને એને પૉઝિટ‌િવ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ ચૅનલ પર બૅક-ટુ-બૅક નવા શો દર્શકોને જોવા મળશે.

colors tv television news tv show