Bigg Boss 13: ઘરમાંથી બહાર કરવામાં આવ્યો સિદ્ધાર્થને, લડાઇની મળી સજા

05 November, 2019 05:41 PM IST  |  Mumbai Desk

Bigg Boss 13: ઘરમાંથી બહાર કરવામાં આવ્યો સિદ્ધાર્થને, લડાઇની મળી સજા

'બિગ બૉસ'ના ઘરમાં ઘણીવાર એવું થાય છે કે જ્યારે ટાસ્ક દરમિયાન ક્યારે પણ કોન્ટેસ્ટેન્ટ પોતાનો કન્ટ્રોલ ખોઈ દે છે અને વાતા મારામારી પર આવી જાય છે. જો કે, 'બિગબૉસ'ના ઘરમાં ફિઝિકલ વાયલેન્સ માટે કોઇ જ સ્થાન નથી. કોન્ટેસ્ટન્ટ વચ્ચે કેટલી પણ મોટી લડાઈ કેમ ન થઈ હોય, પણ કોન્ટેસ્ટન્ટ એક બીજાને નુકસાન ન પહોંચાડી શકે... આ બિગબૉસના ઘરનો નિયમ છે. જો કોઇ કોન્ટેસ્ટન્ટ એવું કરે છે તો તેની સજા હોય છે ઘરમાંથી બેઘર થવું, અને આ સજા 'બિગબૉસ 13'માં મંગળવાર એટલે કે આજે સિદ્ધાર્થ શુક્લાને મળશે.

મંગળવારના એપિસોની એક નાનકડી ઝલક સામે આવી છે જેમાં શહેનાઝ ઇમોશનલ થતી જોવા મળે છે. સાથે જ 'બિગ બૉસ' ઘરના લોકોને એક ટાસ્ક આપશે જેમાં હંમેશાંની જેમ કોન્ટેસ્ટન્ટ વચ્ચે ઝઘડા થઈ જશે. પણઆ લડાઈ એટલી વધી જશે કે કોન્ટેસ્ટન્ટ અંદરોઅંદર મારામારી પર ઉતરી આવશે. વીડિયોમાં માહિરા શર્મા ભડકેલી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. તો ટાસ્ક દરમિયાન સિદ્ધાર્થ શુક્લા એક ભૂલ કરી બેસશે અને ગુસ્સામાં ફિઝિકલ વાયલેન્સ પર ઉતરી આવશે. સિદ્ધાર્થનો ગુસ્સો એટલો વધી જાય છે કે તે મારામારી કરી બેસશે. જેના પછી 'બિગ બૉસ' બધાં જ કોન્ટેસ્ટન્ટને લિવિંગ એરિયામાં બોલાવશે અને જાહેરાત કરશે કે "જે રીતે સિદ્ધાર્થે ટાસ્કમાં ખેંચાખેંચ કરી તે તદ્દન નિંદનીય છે બિગબૉસ પોતે જ સિદ્ધાર્થને ઘરથી બેઘર કરે છે."

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

સિદ્ધાર્થ શુક્લાને આજે ઘરથી બેધર કરી દેવામાં આવશે, પણ ચર્ચાની માનીએ તો હાલ તેમણે રશ્મિ દેસાઈ અને દેવોલીના સાથે સીક્રેટ તરીકે રાખવામાં આવશે.

Bigg Boss 13 Bigg Boss television news