હસબન્ડ હર્ષ લિંબાચિયા સાથે ડાન્સ શો હોસ્ટ કરશે ભારતી સિંહ

25 December, 2019 03:07 PM IST  |  Mumbai Desk

હસબન્ડ હર્ષ લિંબાચિયા સાથે ડાન્સ શો હોસ્ટ કરશે ભારતી સિંહ

‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ રિયલીટી શોને કૉમેડિયન ભારતી સિંહ તેનાં રાઇટર હઝબન્ડ હર્ષ લિંબાચિયા સાથે હૉસ્ટ કરતી જોવા મળશે. આ બન્ને ‘નચ બલિયે’, ‘ખતરોં કે ખિલાડી’ અને ‘ખતરા ખતરા ખતરા’માં સાથે જોવા મળ્યા હતાં. ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને મલાઇકા અરોરા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઇઝ જજ કરવાનાં છે. સોની ચૅનલ પર આ શો ફેબ્રુઆરીમાં શરૂ થવાનો છે. આ શો વિશે ભારતીએ કહ્યું હતું કે ‘હું મારા હઝબન્ડ સાથે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને કો-હૉસ્ટ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. હર્ષને તો ડાન્સનો D પણ નથી ખબર. એથી એનાં માટે ખૂબ જ ફની રહેશે. હું દરેક દર્શકોને અપિલ કરવા માગુ છું કે જે રીતે તમે અમને કૉમેડી શોમાં પ્રેમ આપ્યો એવો જ પ્રેમ અને સપોર્ટ અમારી નવી જર્નીમાં પણ આપજો. શોને હૉસ્ટ કરવામાં હર્ષ પૂરુ યોગદાન આપે છે. મારી સાથે તે હોય તો મારા માટે કામ કરવું સરળ બને છે કેમ કે તે એક રાઇટર છે. તે એ વાત બરાબર જાણે છે દર્શકો સાથે જોડાઈ રહેવા માટે શું બોલવુ જોઈએ. સાથે જ તે ક્યારેક મને ગાઇડ પણ કરે છે.’

television news bharti singh entertaintment