રોહિત શેટ્ટીની મજાક ઉડાવી ભારતી સિંહે

01 March, 2019 09:36 AM IST  | 

રોહિત શેટ્ટીની મજાક ઉડાવી ભારતી સિંહે

ભારતી સિંહે રોહિત શેટ્ટીની મજાક ઉડાવી

કલર્સ ચૅનલ પર આવતા ‘ખતરો કે ખિલાડી ૯’ના સ્પર્ધકો માટે તેમના પરિવાર દ્વારા તેમને સપોર્ટ કરવા અને ઉત્સાહ વધારવા માટે એક પ્રેમ ભર્યો પત્ર લખવામાં આવ્યો છે. આ તમામ પત્રને વાંચવાનું બિડું ભારતી સિંહ દ્વારા ઉપાડવામાં આવ્યું હતું. આ શોમાં સમિતા શેટ્ટી માટે તેની બહેન શિલ્પા શેટ્ટી કુંદ્રાએ લેટર લખ્યો હતો. તેણે શમિતાના પર્ફોર્મન્સનાં ખૂબ જ વખાણ કયાર઼્ હતાં અને તે તેના ફોબિયા સામે લડી રહી હોવાની ખુશી પણ શિલ્પાએ વ્યક્ત કરી હતી. આદિત્ય નારાયણને પણ તેના પપ્પાએ લેટર લખ્યો હતો. જોકે તમામ લેટર લખ્યા બાદ ભારતી સિંહ કહાનીમાં ટ્વિસ્ટ લાવી હતી. ભારતીએ મજાક કરતાં કહ્યું હતું કે રોહિત શેટ્ટીની મમ્મીએ પણ તેના માટે એક લેટર લખ્યો છે. આ લેટર વાંચતાં ભારતીએ કહ્યું હતું કે આ શોના સ્પર્ધકના પર્ફોર્મન્સને જોઈને રોહિતની મમ્મી ખૂબ જ નારાજ છે અને તેઓ નથી ઇચ્છતા કે તે આ સ્પર્ધકો સાથે રહે તેમ જ તેમણે મીરા રોડમાં એક નવો ફ્લૅટ ખરીદ્યો છે અને તેઓ ઇચ્છે છે કે રોહિત તેમની સાથે એ ફ્લૅટમાં રહેવા આવી જાય.

bharti singh rohit shetty television news entertaintment