પાર્ટીના વિડિયો અપલોડ કર્યા બાદ ટીવી ઍક્ટર રાહુલ દીક્ષિતની આત્મહત્યા

31 January, 2019 09:09 AM IST  | 

પાર્ટીના વિડિયો અપલોડ કર્યા બાદ ટીવી ઍક્ટર રાહુલ દીક્ષિતની આત્મહત્યા

રાહુલ દીક્ષિત

આ સમયે તેની પત્ની રૂપાલી કશ્યપ ઉર્ફ પ્રિયા દીક્ષિત તેની સાથે જ પલંગ પર સૂતી હતી. મરવાના થોડા કલાકો પહેલાં રાહુલે તેમના કેટલાક વિડિયો અપલોડ કર્યા હતા જેમાં તે મિત્રો સાથે પાર્ટી માણી રહ્યો હતો. ૨૮ વર્ષના રાહુલે તેના ઘરના સીલિંગ ફૅન પર ચાદરથી લટકીને ગળાફાંસો ખાધો હતો. રાહુલના પરિવારજનો તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઓશિવરા પોલીસ-સ્ટેશને અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે.

રાહુલના પરિવારજનોએ કોઈની પણ ઉપર શંકા ન કરતાં નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. પોલીસે આ ઘટનામાં કોઈ રમત રમાઈ હોવાની શંકાને નકારી નથી છતાં પ્રથમદર્શી રીતે આ ઘટના અંગત કારણોસર કરવામાં આવેલી આત્મહત્યાની હોઈ શકે છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રૂપાલી સાથે લગ્ન કરનાર રાહુલ દારૂનો વ્યસની હતો અને આ કારણસર દંપતી વચ્ચે અનેક વેળા ઝઘડા થઈ ચૂક્યા છે.

‘મિડ-ડે’એ રાહુલની પત્ની અને તેના મિત્રોની પૂછપરછ કરતાં જણાયું હતું કે તેઓ બધા રાહુલના ઓશિવરાસ્થિત ઘરે પાર્ટી કરી રહ્યા હતા. સવારે ચાર વાગ્યા સુધી પાર્ટી કર્યા બાદ બધા છુટા પડ્યા હતા અને રાહુલ પણ તેની પત્ની સાથે બેડરૂમમાં ગયો હતો. રાહુલના ૨BHK ફ્લૅટમાં રાહુલ, તેની પત્ની પ્રિયા, તેની સાળી સના, પ્રીતિ અને તેનો મિત્ર સાજીદ હાજર હતાં.

પ્રિયાએ ઓશિવરા પોલીસને આપેલા નિવેદન મુજબ ‘અચાનક સવારે પાંચ વાગ્યે જ્યારે તેની આંખ ખૂલી તો રાહુલ સીલિંગ ફૅન સાથે લટકતો દેખાયો હતો. તેણે ચાદરની મદદથી ગળાફાંસો ખાધો હતો. અમે તરત જ તેને કોકીલાબેન અંબાણી હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.’

આ પણ વાંચો : 'ભાભીજી ઘર પર હૈ'ના સંદીપ આનંદે ડિવોર્સ માટે કરી અરજી, આ છે કારણ

રાહુલના બેડરૂમમાંથી બે પાનાં ભરેલી સુસાઇડ નોટ મળી હતી જેમાં તેણે તેના શરાબના વ્યસનની અને એના કારણે તેની નજીકના લોકો કઈ રીતે પરેશાન થતા હતા એની વાત લખી હતી.

television news