છોટી સી બાત માટે અમોલ પાલેકરે બૅન્કમાંથી રજા લીધી હતી

14 September, 2020 09:14 PM IST  |  Mumbai | Mumbai Correspondent

છોટી સી બાત માટે અમોલ પાલેકરે બૅન્કમાંથી રજા લીધી હતી

અમોલ પાલેકર

ઝીટીવીના રિયલિટી શો ‘સારેગામા લિટલ ચૅમ્પ્સ’માં આ વીકના ગેસ્ટ તરીકે એક અનયુઝ્‍વલ ગેસ્ટ જોવા મળ્યા અને તેમનું નામ છે અમોલ પાલેકર. ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિકની હિસ્ટરી જેમને ખબર હશે તેમને એ પણ ખબર હશે કે અમોલ પાલેકરે મ્યુઝિક-લવર્સને અદ્ભુત સૉન્ગ્સ આપ્યાં છે અને આ જ કારણે અમોલ પાલેકરને શોમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. અમોલ પાલેકરે પોતાના જૂના દિવસોને યાદ કરતાં કન્ટેસ્ટન્ટને કહ્યું હતું કે ‘મેં જ્યારે કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે મને કોઈએ એવું નહોતું કહ્યું કે હું ફિલ્મ ઍક્ટર બની શકીશ, પણ હું મારી રીતે મહેનત કરતો હતો. એ સમયમાં ઇન્ડસ્ટ્રીમાં રહેવું ઇનસિક્યૉર વાત હતી એટલે મેં મારી પહેલી ફિલ્મ સાઇન કરી ત્યાં સુધી મારી બૅન્કની જૉબ નહોતી છોડી. ‘છોટી સી બાત’ સમયે હું બૅન્કમાં હતો અને એ સમયે શૂટ પણ અમારી બ્રાન્ચની આજુબાજુમાં જ હતું એટલે બૅન્કનો સ્ટાફ પણ શૂટિંગ જોવા આવ્યો અને એ મારી સામે જોઈને હસ્યા કરે. કેટલાકે તે એવી ઍડ્વાઇઝ પણ આપી હતી કે બૅન્કની જૉબ છોડવાની ભૂલ ન કરતા.’
અમોલ પાલેકરે બાળકોને કહ્યું કે ‘આશા ક્યારેય છોડવી નહીં, આશા અમર છે અને એ ક્યારેય પણ જાગી શકે છે, તો આશા છોડવી નહીં અને મહેનત ચાલુ રાખવી.’

amol palekar television news