2020માં નેટફ્લિક્સ રિલીઝ કરશે 30 ફિલ્મ

01 January, 2020 12:49 PM IST  |  Ahmedabad

2020માં નેટફ્લિક્સ રિલીઝ કરશે 30 ફિલ્મ

નેટફ્લિક્સ

નેટફ્લિક્સ આ વર્ષે વધારે સ્ટ્રૉન્ગ થવાના હેતુથી સીધા જ ફિલ્મ-રાઇટ્સ લેવા પર આવી ગઈ છે અને ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એને બદલે સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવાના રાઇટ્સ લઈ રહી છે. નેટફ્લિક્સ ૨૦૨૦માં ૩૦ ફિલ્મ ડાયરેક્ટ રિલીઝ કરશે. નેટક્લિક્સ સંજય દત્તની પણ બે અનરિલીઝ ફિલ્મો રિલીઝ કરશે તો અનુરાગ કશ્યપની પણ બે ફિલ્મ એમાં સામેલ છે.

નેટફ્લિક્સ ટીવી-ઑડિયન્સને પોતાની તરફ વાળવાના હેતુથી આ સ્ટ્રૅટેજી અપનાવી રહ્યું છે. અત્યારે મોટા ભાગનાં પ્લૅટફૉર્મ ટીવી-ચૅનલનું બૅકિંગ કે ટીવી-ચૅનલ સાથે જોડાયેલાં હોવાથી તેમની પાસે ફ્રેશ કન્ટેન્ટ પૂરતા પ્રમાણમાં છે એવા સમયે ઇન્ડિયામાં નેટફ્લિક્સને નવા કન્ટેન્ટનો ઇશ્યુ ન નડે એવા હેતુથી નેટફ્લિક્સ પોતાના ઓરિજિનલ કન્ટેન્ટને હિન્દી ડબમાં પણ લાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. નેટફ્લિક્સ આ વર્ષે પ્લૅટફૉર્મની સુપરહિટ ૧૨ વેબ-સિરીઝ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરશે.

netflix television news