મૅડમ સરમાં દેખાશે અદી ઈરાની

20 February, 2020 04:59 PM IST  |  Mumbai Desk | Parth Dave

મૅડમ સરમાં દેખાશે અદી ઈરાની

સોની સબ પર ૨૪ ફેબ્રુઆરીથી ‘મૅડમ સર : કુછ બાત હૈ ક્યોંકિ જઝબાત હૈ’ નામનો કૉમેડી શો શરૂ થવા જઈ રહ્યો છે. અગાઉ સબ ટીવીના જ ‘એફઆરઆઇ’ શોમાં મહિલા પોલીસ ઑફિસર તરીકે કવિતા કૌશિકનું પાત્ર લોકોને ગમ્યું હતું ત્યારે ‘મૅડમ સર’માં પણ કંઈક રસપ્રદ અને અલગ વિષય દર્શકોને જોવા મળશે. આ શોમાં અમીનાબાદ મહિલા પોલીસ થાણેની ચાર દમદાર મહિલા પોલીસ ઑફિસરની વાત હશે જે કેસને પોતાની આગવી સ્ટાઇલમાં સૉલ્વ કરશે. આ ચાર મહિલાના લીડ રોલમાં ગલ્કી જોશી, યુક્તિ કપૂર, ભાવિકા શર્મા અને સોનાલી નાયક જોવા મળશે. તો ગૌરવ વાધવા રિપોર્ટરનો રોલ કરશે. આ કાસ્ટ સાથે બૉલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા અદી ઈરાની પણ જોડાયા છે.

અદી ઈરાની પ્રખ્યાત દિગ્ગજ કલાકારો અરુણા ઈરાની અને ફિરોઝ ઈરાનીના ભાઈ છે જે ‘બાઝીગર’, ‘દિલ’, ‘અનારી’, ‘વેલકમ’ વગેરે ફિલ્મો ઉપરાંત ‘યહાં મેં ઘર-ઘર ખેલી’ જેવા જાણીતા શોમાં કામ કરી ચૂક્યા છે. અદી ઈરાનીનું કહેવું છે કે તેઓ પહેલી વખત સોની સબ સાથે કામ કરી રહ્યા છે અને આ શો દર્શકોને બહુ ગમશે.

bollywood parth dave entertaintment television news