નાગિન 5 આવતા મહિને બંધ?

14 January, 2021 02:34 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નાગિન 5 આવતા મહિને બંધ?

કોરોનાને લીધે ચોથી સીઝન અચાનક આટોપી લેવાયા બાદ પાંચમી સીઝન ઑગસ્ટ ૨૦૨૦માં શરૂ થઈ હતી

એકતા કપૂરની ‘નાગિન’ ફ્રૅન્ચાઇઝીની હાલ પાંચમી સીઝન ચાલુ છે. કોરોનાને લીધે ચોથી સીઝન અચાનક આટોપી લેવાયા બાદ પાંચમી સીઝન ઑગસ્ટ ૨૦૨૦માં શરૂ થઈ હતી, પણ હવે આ સીઝન પણ સમાપ્ત કરવામાં આવે એવી શક્યતા છે. જોકે ‘નાગિન’ની જગ્યાએ એકતા કપૂરનો જ વેમ્પાયર બેઝ્‍ડ શો લૉન્ચ થઈ શકે છે. અત્યાર સુધીમાં વેમ્પાયર, ઝોમ્બી વગેરે પર આધારિત ટીવી-શો અને ફિલ્મો ઘણાં બની ચૂક્યાં છે, પણ આશરે દસેક વર્ષ પહેલાં એકતા કપૂરે ભારતીય ટેલિવિઝન પર ‘વેમ્પાયર’નો પરિચય આપ્યો હતો. ૨૦૧૦માં સ્ટાર વન પર રજૂ થયેલા શો ‘પ્યાર કી એક કહાની’માં એક વેમ્પાયર લવ-સ્ટોરી હતી. આ શોમાં વિવિયન ડિસેના અને સુકૃતિ કંદપાલ લીડ રોલમાં હતાં. આ શો યુવાનોમાં ઘણો લોકપ્રિય બન્યો હતો અને શો થકી બાકીના કલાકારોની કારકિર્દીને પણ વેગ મળ્યો હતો.
થોડા સમય પહેલાં ‘પ્યાર કી એક કહાની’ની બીજી સીઝન આવી રહી છે એવી વાતો થતી હતી, પણ એ અટકળ ખોટી નીકળી. ખરેખર તો એક નવો જ શો લૉન્ચ થવાનો છે. એકતા કપૂર ૧૦ વર્ષ બાદ ફરી આ જ પ્રકારનો શો બનાવવા જઈ રહી છે અને એ કલર્સ ટીવી પર લૉન્ચ થવાની શક્યતા છે. આ શો દ્વિ-સાપ્તાહિક શો હશે એમ કહેવાય છે. એકતા પોતાના બૅનર હેઠળ ડેઇલી સોપ ઉપરાંત બ્રહ્મરાક્ષસ, કવચ, ડાયન અને નાગિન જેવા સુપરનૅચરલ શો લૉન્ચ કરી ચૂકી છે.

 

 

 

naagin television news