કપિલના શૉથી દૂર થતાં બદલાયા સિદ્ધુના સૂર, સર્જિકલ સ્ટ્રાઇકને આવકારી

26 February, 2019 06:51 PM IST  | 

કપિલના શૉથી દૂર થતાં બદલાયા સિદ્ધુના સૂર, સર્જિકલ સ્ટ્રાઇકને આવકારી

ફાઇલ ફોટો

પુલવામા આતંકી હુમલા પછી પોતાના એક નિવેદનને લઈને નિશાન બનેલા પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોતસિંહ સિદ્ધુએ ભારતીય એરફોર્સની એર સ્ટ્રાઇકનું સ્વાગત કર્યું છે. સિદ્ધૂએ પોતાના ખાસ અંદાજમાં વાયુસેનાની કાર્યવાહીનું સ્વાગત કરીને ખુશી જાહેર કરી છે.

 

સોમવારે રાતે ભારતીય વાયુસેનાના મિરાજ લડાયક વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સૌથી જૂના કેમ્પનો ખાત્મો કરી નાખ્યો છે. આ એર સ્ટ્રાઇકમાં આશરે 300 જેટલા આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે. દેશભરમાં પુલવામા આતંકી હુમલાની આ જવાબી કાર્યવાહી પર ખુશી મનાવવામાં આવી રહી છે.

બોલિવુડ અને મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ ભારતીય વાયુસેનાની આ બહાદુરીને સલામ કરી રહ્યા છે. એવામાં ધ કપિલ શર્મા શૉમાંથી બહાર કાઢી મૂકાયેલા નવજોતસિંહ સિદ્ધૂએ એક કવિતા દ્વારા આ કાર્યવાહી પર ખુશી વ્યક્ત કરી છે અને ભારતીય વાયુસેનાની જય બોલાવી છે.

આ પહેલા સિદ્ધુએ અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે સાચા અને ખોટાની લડાઈમાં તમે ઉદાસીન ન રહી શકો. આતંકવાદ વિરુદ્ધ જંગ જરૂરી છે. શાબાશ, ભારતીય વાયુસેના. જય હિંદ.

kapil sharma navjot singh sidhu