ઝીરોના રોલમાં હીરો આવ્યો, ફૅન્સને બનાવ્યા મૂર્ખ

27 December, 2018 02:39 PM IST  | 

ઝીરોના રોલમાં હીરો આવ્યો, ફૅન્સને બનાવ્યા મૂર્ખ

ઝીરો ફિલ્મમાં શાહરુખ ખાન

વાર્તા:
બૌઆ જે કદમાં તો નાનો છે પણ એ શાહરુખ ખાન છે. આ એની જ અનબિલિવેબલ સ્ટોરી છે.

સમીક્ષા:
ફિલ્મના શરૂઆતના ભાગમાં બૌઆને પોતાની ફિઝિકલ ડિસેબિલિટીના લીધે જીવનમાં ભોગવવું પડે છે. એ ભાગ નેચરલ છે પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ તેમ બૌઆ ક્યાંક ગાયબ થઈ જાય છે અને બહાર આવે છે શાહરુખ ખાન. આ ભાઈ કંઈ પણ કરી શકે છે. રાઈટિંગ લેવલ પર રાઈટર્સ ત્રણ અમેઝિંગ પાત્રો ક્રિએટ કરે છે, ખરા અર્થમાં આ પાત્રોને જો એક સીધી બેલેન્સ્ડ વાર્તામાં નાખવામાં આવે તો આ વાત કંઈક અલગ જ થાય. પરંતુ, તે માટેની કોઈ તક મળી નહીં. ખાસ કરીને અનુષ્કા અને કેટરિનાના પાત્રને કોઈ મહત્વ જ નથી મળ્યું. આ ફિલ્મમાં બંને હીરોઇન શાહરુખ રૂપી બૌઆની ટ્રૉફી બની રહી છે. ફિલ્મનો પ્લોટ એટલો ઝોલવાળો છે, જેટલો શાહરુખ ખાનની ફૅનમાં હતો. એક મોટી સમસ્યા ફિલ્મની અતિશય ઑબ્વિયસ વીએફએક્સ છે. શાહરુખ ખાનનું બૌઆનું પાત્ર ઘણી જગ્યાએ બનાવટી લાગે છે. ફિલ્મના ડાયલોગ સારા છે, પણ આનંદની છેલ્લી ફિલ્મો જેવા નથી. આનંદનું ડાયરેક્શન વન ડાઈમેન્શનલ છે.

અભિનય:
અનુષ્કા જેવી સારી એક્ટ્રેસને ફ્કત સ્ટીવન હોકિંગની નકલ જ કરવાની હતી, પણ આમાં તો ડ્રામા છે. આખરે તો આ એક બોલિવુડ ફિલ્મ જ છે ને તો પછી ડ્રામા કેવી રીતે છોડી દે! ઉપરથી એના રોલમાં ફિઝિકલ ડિસએબિલિટી સિવાય કોઈ લેયર જ નથી. આમાં રાઈટિંગની મોટી ભૂલ છે, જે ઓડિયન્સ પર વધારે ઈમ્પ્રેશન નથી છોડતી.

એકંદરે, આ ખૂબ સાધારણ ફિલ્મ છે. આનંદ એલ. રાયની ફિલ્મોની વિશિષ્ટતા હોય છે તેમના કો-એક્ટર્સ, જેમને આ ફિલ્મમાં શાહરૂખને મહત્વ આપવાના ચક્કરમાં ખૂબ સાઇડલાઈન કરવામાં આવ્યા છે. અહીંયા કોઈ પપ્પી ભાઈ નથી અને કોઈ રાજા અવસ્થી નથી, અહીંયા બૌઆ પણ નથી, બસ શાહરુખ ખાન જ છે. મારી જેમ વધારે આશા લઈને નહીં જતા. શાહરુખના પરમ ભક્ત હોય તો ફિલ્મ જોયા બાદ તમે માનશો કે શાહરુખ આનાથી પણ વધારે સારૂં પર્ફોમ કરે છે, જેમકે ચક દે ઈન્ડિયા, માય નેમ ઈઝ ખાન કે પછી ફૅન.

bollywood news movie review Zero Shah Rukh Khan anushka sharma katrina kaif entertaintment