Street Dancer 3D Movie Review: ડાન્સનો મારો પણ સ્ટોરી?

24 January, 2020 07:15 PM IST  |  Mumbai Desk

Street Dancer 3D Movie Review: ડાન્સનો મારો પણ સ્ટોરી?

જ્યારે તમે કોઈ પણ વિષય પર ફિલ્મ બનાવો છો તો પચી તેની સફળતા પછી તેની સીક્વલ બનાવે છે કે તે જ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવે છે તો ફિલ્મની ગુણવત્તા પર પ્રભાવ પડે છે. એવી કેટલીક ગણાયેલી ફિલ્મો હોય છે જે પોતાના પહેલા ભાગથી સતત બહેતર બનતી જાય છે. નિર્દેશક રેમો ડિસૂઝાએ 'એબીસીડી'થી જે આ સફર શરૂ કર્યું, તે હવે 'સ્ટ્રીટ ડાન્સર 3 ડી' સુધી આવી પહોંચી છે. તો રેમોએ પોતાનું માપદંડ દરેક ફિલ્મ બાદ ઉંચું કર્યું છે.

આ સ્ટોરી સહજ (વરુણ ધવન) અને ઇંદર (પુનીત)ની છે, જે લંડનમાં પોતાના ડાન્સ ગ્રુપ ચલાવે છે અને ગ્રુપનું નામ 'સ્ટ્રીટડાન્સર'. તો બીજી તરફ ઇનાયત (શ્રદ્ધા કપૂર) છે જે મૂળે પાકિસ્તાની છે. આ બન્ને ગ્રુપની ટક્કર લંડનના રસ્તાઓ પર અથવા તો ડાન્સ દરમિયાન કે કે ઇન્ડિયા-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન થાય છે. અને અખાડો થાય છે અન્ના(પ્રભુદેવા)ના રેસ્ટ્રૉમાં. આ દરમિયાન સહજ પંજાબ એક લગ્ન માટે જાય છે અને પૈસા માટે ત્યાંથી ચાર લોકો ગેરકાદેસર રીતે લંડન લઈ જાય છે અને તે જ પૈસાથી ભાઇ માટે સ્ટૂડિયો ખોલે છે. સહજનો એક જ સપનું છે તેના ભાઇના ગ્રુપ સ્ટ્રીટડાન્સરને નંબર વન બનાવવું.

આ દરમિયાન એક ઇન્ટરનેશનલ કૉમ્પિટીશનની અનાઉન્સમેન્ટ હોય છે. બન્ને ગ્રુપ તેની તૈયારીમાં લાગી જાય છે. પણ ઇનાયતને અન્નાની તે વાત ખબર પડે છે અને જીવન બદલાઇ જાય છે અને ગોલ પણ. અન્ના પોતાના રેસ્ટોરેન્ટનો બચેલો ખોરાક પણ ગેરકાયદેસર રીતે પ્રવાસીઓ ન હોય તેમને મફતમાં ખવડાવે છે. તેનું સપનું છે કે આ બધાં લોકોને પોતાના દેશ પાછાં મોકલવામાં આવે, પણ તેની માટે જોઇશે ઘણાં બધાં પૈસા.

ઇનાયત આ હેતુમાં તેનો સાથ આપે છે, કારણ કે જો કૉમ્પિટીશ જીતી જશે તો આ સપનું પૂરું થઈ શકે છે. આ બન્ના હેતુમાં શું સહજ સાથ આપશે? શું આ લોકો કૉમ્પિટીશન જીતી શકશે? આ જ તાણાંવાણાં પર ગુંથાયેલી છે સ્ટ્રીટ ડાન્સર.

આલીશાન સેટ્સ, ભવ્ય લોકેશન અને અવિશ્વસનીય જાન્સ સ્ટેપ્સ તમને મંત્રમુગ્ધ કરી દે છે. જો કે, ડાન્સ ફિલ્મોની સ્ટોરીમાં કોઇ ફેરફાર નથી થતો કારણકે કૉમ્પિટીશન જીતવું જ હેતુ હોય છે, પણ તેમ છતાં આનાં દર્શકોને બાંધી રાખવું ચોક્કસ જ એક ચેતવણી છે, જેને રેમો સંપૂર્ણ સફળતા સાથે ભજવે છે. અભિનયની વાત કરીએ તો આ પિલ્મમાં અભિનયથી વધારે મહત્વપૂર્ણ છે નૃત્ય, શ્રદ્ધા અને વરુણ ધવન માટે ખૂબ જ મોટી ચેલેન્જ હતી.

તેમણે પોતાનું સૌથી બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે, જે પડદા પર સ્પષ્ટ દેખાય છે. તેમની બૉડી લાઇન, શરીરના લચીલાપન બેસ્ટ ડાન્સરની છબિને સ્પષ્ટ રીતે બતાવે છે. નોરા ફતેહી એક અદ્ભુત ડાન્સર છે. તે જે પણ દ્રશ્યમાં હોય છે, ત્યાં બીજું કંઇ દેખાતું જ નથી. આવો જ હાલ પ્રભુદેવાનો પણ થાય છે જ્યારે તે ડાન્સ કરે છે ત્યારે તેના સિવાય ધ્યાન ક્યાંય નથી જતું.

ફિલ્મના બધાં ગીતો જબરજસ્ત છે અને ખાસ કરીને પ્રભુદેવાનું સિગ્નેચર સૉન્ગ કોમ્પિટીશન. કુલ મળીને વાત કરીએ સ્ટ્રીટ ડાન્સર એક યૂથ ફિલ્મ છે, જેમાં પ્રેમ છે, લડાઇ છે, ઝગડો છે અને જે સૌથી વધારે જરૂરી છે વિશ્વ સ્તરીય ડાન્સ. સાથે જ આ મેસેજ પણ છે કે સૌથી વધારે જરૂરી બાબત છે માણસાઇ. તમામ સારી ખરાબ પરિસ્થિતિ છતાં જ્યારે ભારતીય અને પાકિસ્તાની મળીને ભૂખ અને ગરીબીથી લડે છે અને લોકોને પોતાના ઘરે પાછાં જવા માટે પ્રયત્ન કરે છે તો ક્યારેય ખરાબ નથી લાગતું, જો કે ખુશી જ થાય છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

જો તમને 'એબીસીડી' પસંદ આવી હતી તો તમને 'સ્ટ્રીટ ડાન્સર 3ડી' જરૂર જોવી જોઇએ. તે ફિલ્મના મુકાબલે આ પિલ્મ ખૂબ જ ઉંચા પાયા પર છે.

કલાકાર- વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના વગેરે.

નિર્દેશક - રેમો ડિસૂઝા

નિર્માતા - ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કૃષ્ણ કુમાર

નિષ્કર્ષ- **** (ચાર સ્ટાર)

varun dhawan bollywood bollywood news bollywood movie review bollywood gossips