Mission Mangal Film Review: અક્ષય કુમારની ફિલ્મને મળ્યા આટલા સ્ટાર્સ

15 August, 2019 03:21 PM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

Mission Mangal Film Review: અક્ષય કુમારની ફિલ્મને મળ્યા આટલા સ્ટાર્સ

રીલિઝ થઈ ફિલ્મ મિશન મંગલ

જ્યારે પણ કોઈ વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડીને કોઈ અસાધારણ સિદ્ધી મેળવે છે ત્યારે તે સમાજ માટે પ્રેરણા સમાન બની જાય છે. અને જ્યારે આ ઉપલબ્ધિ રાષ્ટ્રીય ઉપલબ્ધિ બની જાય તો દરેક ભારતીયના મનમાં એક ગર્વ પેદા કરે છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતીય સિનેમામાં આવા જ કેટલાક અસાધારણ નાયકોની કહાની જોવા મળી રહી છે જેમની ઉપલબ્ધિઓથી સમાજ, માનવતા અને દેશને એક દિશા મળે છે અને એક નવો પ્રેરણા સ્ત્રોત મળે છે. આવી જ એક અસાધારણ કહાની છે મિશન મંગલની.

આ કહાની છે રાકેશ ધવન, જે ઈસરોમાં વૈજ્ઞાનિક છે. રાકેશને જીએસએલવી C39 પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે પરંતુ તે મિશન નિષ્ફળ જાય છે. એવામાં તેમની બદલી અનેક વર્ષોથી બંધ પડેલા મંગળ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવે છે. જ્યાં તેમની મુલાકાત થાય છે એક બીજી વૈજ્ઞાનિક તારા શિંદે સાથે, તારા પણ ઘણા સમયથી આ ડિપોર્ટમેન્ટમાં છે. એક દિવસ અચાનક તારાને હોમ સાઈન્સના આધાર પર અંતરિક્ષમાં રોકેટ મોકલવાનો આઈડિયા આવે છે. કેવી રીતે તમામ અવરોધો છતા આ મિશન પુરું થાય છે. કેવી રીતે યાન મોકલવામાં આવે છે. તેના પર આધારિત છે મિશન મંગલ.

મહત્વનું છે કે આ કેવું મિશન રહ્યું જેને જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી ગઈ. કારણ કે સ્પેસની દુનિયાનું આ સૌથી સસ્તુ અને સફળ અભિયાન રહ્યું છે. નિર્દેશક જગન શક્તિએ આ કહાનીને ખૂબ જ સારી રીતે સ્ક્રીન પ્લેમાં ઢાળી છે. તમામ કિરદારો તેમના ઈશારા પર પૂરી પકડ સાથે પડદા પર નજર આવી રહ્યા છે. ફિલ્મમાં માત્ર સ્પેશિયલ ઈફેક્ટ અને કંપ્યૂટર ગ્રાફિક્સ પર વધુ કામ કરવામાં આવ્યું હોત તો સારું હોત. અંતરિક્ષના દ્રશ્યોમાં કમજોરી નજર આવે છે. અભિનયની વાત કરીએ તો રાકેશ ધવનની ભૂમિકામાં અક્ષય કુમાર શોભી રહ્યા છે અને પોતાના સંવાદોથી તે દર્શકોના ચહેરા પર સ્મિત લાવે છે.

તારા શિંદેના કિરદારમાં વિદ્યા બાલને ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. એકા ગાંધીના કિરદામાં સોનાક્ષી શોભે છે. તાપસી પન્નૂને જો કે બહુ કામ નથી મળતી પરંતુ જેટલું તેના ભાગમાં આવ્યું તેણે ઈમાનદારીથી નિભાવ્યું છે. આ સિવાય વિક્રમ ગોખલે, દીલિપ તાહિલ જેવા વરિષ્ઠ કલાકારો ફિલ્મને વિશ્વસનીયતા પ્રદાન કરે છે.

કુલ મળીને મિશન મંગલ એક એવી કહાની છે જે તમને એક ભારતીય હોવાના નેતા ગર્વ અને દેશપ્રેમથી ભરી દે છે અને તમે નાની મોટી ભૂલો માફ કરી દો છો. એક ભારતીય હોવાના નાતે ગર્વ મહેસૂસ કરવા માટે તમે આ ફિલ્મ જોઈ શકો છે. કારણ કે તે એક એવા મિશન પર આધારિત છે. જે દુનિયા માટે મિસાલ છે.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને



મિડ-ડે મિટર
ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર

akshay kumar vidya balan taapsee pannu