આયુષ્માન ખુરાનાની 'Dream Girl'ને મળ્યા આટલા સ્ટાર, વાંચો રિવ્યૂ

13 September, 2019 09:31 AM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

આયુષ્માન ખુરાનાની 'Dream Girl'ને મળ્યા આટલા સ્ટાર, વાંચો રિવ્યૂ

ડ્રીમ ગર્લ

આયુષ્માન ખુરાના હંમેશા પોતાની સ્ક્રિપ્ટની પસંદગી સમજી વિચારીને કરે છે વિકી ડોનરથી આજ સુધી એમણે જે પણ ફિલ્મની પસંદગી કરી છે એ ફિલ્મની વાર્તા સૌથી મજબૂર રહે છે. આજના ડિજિટલ ઈરામાં પૂરી દુનિયા સોશિયલ પ્લેટફોર્મ પર એકબીજા સાથે કનેક્ટ કરીને પોતાના મિત્રોનો વર્ચસ્વ વધારવા ઈચ્છે છે પણ વાસ્તવિક જીવનમાં સુખ-દુ:ખ શૅર કરનારા મિત્રનો હકીકતમાં અકાલ થઈ ગયો છે. એ જ વાર્તા છે ફિલ્મ ડ્રીમ ગર્લની.

નાના શહેરમાં રહેનારા કર્મવીર (આયુષ્માન ખુરાના) બાળપણથી જ છોકરીના અવાજ નીકાળવામાં માસ્ટર હોય છે. એના પિતા દિલજીત (અનુ કપૂર) વિક્રેતા હોય છે, એમની સાથે કર્મવીર પોતાનું બેરોજગારીનું જીવન જીવી રહ્યો છે. ક્યારે રાધા તો ક્યારે સીતાનો રોલ ભજવતા એમને ઈનામ મળે છે અને એ ઈનામના પૈસા પિતાએ લીધેલા દેવામાં વપરાય જાય છે.

એવામાં એને નોકરી મળે છે કૉલ સેન્ટરમાં જ્યા તેઓ એક છોકરીના અવાજમાં દુનિયાભરના લોકો સાથે વાત કરે છે અને ધીરે-ધીરે એને ખબર પડે છે કે દુનિયામાં કેટલું એકલાપણું છે. આખું શહેર પૂજાના પ્રેમમાં પડી ગયું પરંતુ મામલો ત્યાં ખોટો થઈ ગયો જ્યા એમના આસપાસના લોકો પણ પૂજાથી પ્રેમ કરવા લાગ્યા છે. આવી છે ફિલ્મ ડ્રીમ ગર્લ.

નિર્દેશક રાજ શાંડિલ્ય પહેલી ફિલ્મથી સાબિત કરે છે આ એક સારી સ્ક્રિપ્ટ છે. અભિનયની વાત કરીએ તો આયુષ્માન ખુરાના એકવાર ફરીથી બાજી મારી લઈ જાય છે. માહીના રૂપમાં નુસરત ભરૂચા સુંદર તો લાગે છે સાથે જ એમણે સારૂ કામ પણ કર્યું છે. અનુ કપૂર ખૂબ હોશિયાર કલાકાર છે એમની ઉપસ્થિતિ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દે છે. એ સિવાય મનજોત સિંહ પોતાની મજબૂત હાજરી નોંધાવશે. વિજય રાજ, રાજેશ શર્મા, રાજ ભણસાલી, અભિષેક બેનર્જી જેવા કલાકાર ફિલ્મને વિશ્વસનીયતા આપે છે.

આ પણ જુઓ : આયુષ્માન નહીં, પરંતુ આ હીરો પણ બની ચૂક્યા છે સ્ક્રિન પર હિરોઈન

ફિલ્મનું સંગીત મીત બ્રધર્સનું છે. કુલ મળીને ડ્રીમ ગર્લ એક મનોરંજક ફિલ્મ છે અને આ ફિલ્મનો ફૅમિલી સાથે આનંદ લઈ શકો છો.

ડ્રીમ ગર્લ - 4 સ્ટાર

dream girl ayushmann khurrana movie review film review bollywood news