Notebook Movie Review:મેસેજ છે સારો, પણ એન્ટરટેઈન્મેન્ટ કેટલું.

28 March, 2019 05:41 PM IST  | 

Notebook Movie Review:મેસેજ છે સારો, પણ એન્ટરટેઈન્મેન્ટ કેટલું.

નોટબુક મુવી રિવ્યુ

કાશ્મીરની સમસ્યા કેટલાય વર્ષો જૂની છે તેનો કોઈ ઉકેલ નથી આવ્યો. ખીણોમાં બાળકોને ધમકાવીને બંદૂક ઉપાડવા પર મજબૂર કરનારાઓ વિરુદ્ધ સતત પ્રયત્નો ચાલુ જ છે, ફિલ્મ નોટબુકમાં તે પણ સમાવી લેવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી, તેનો મેસેજ કાશ્મીરના તે પરિવારો માટે છે, જે જણાવે છે કે બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ ન કે બંદૂકો.

સૌથી પહેલા સલમાન ખાનને આ બાબતે અભિનંદન આપવા જોઈએ કે તેણે આવી સ્ટોરી પર ફિલ્મ બનાવી છે. અંતરઆત્મા સુધી પહોંચી શકે અને તેની જ સાથે આવો મેસેજ ફિલ્મને ખરેખર જ મહાન બનાવે છે. ફિલ્મ નોટબુકની સ્ટોરી કબીરની છે, ફિરદૌસનીછે, અને કાશ્મીરના એક તળાવની વચ્ચોવચ બનેલ પબ્લિક સ્કૂલની છે. વીજળી પાણી અને મોબાઈલના નેટવર્ક વગર ફિરદૌસ બાળકોને ઘરેથી બોલાવી બોલાવીને ભણાવતી હતી, અને તેમના ગયા પછી એક સર એટલે કે કબીરને ત્યાં મોકલવામાં આવે છે. બાળકોની નોટ-ચોપડી સાથે ત્યાં એક નોટબુક હોય છે જે ટીચર ત્યાં મૂકીને જતી રહી છે. બસ એ જ નોટબુક દ્વારા કબીરને ફિરદૌસ સાથે પ્રેમ થઈ જાય છે, અને પછી ફિરદૌસને કબીરથી, પણ બન્નેએ એકબીજાને જોયા જ નથી.

નોટબુક 2014માં આવેલ થાઈ ફિલ્મ ટીચર્સ ડાયરીનું હિન્દી એડપ્ટેશન છે. સલમાન ખાને નોટબુક દ્વારા પોતાના મિત્રના દીકરા ઝહીર ઈકબાલ અને જાણીતા અભિનેત્રી નૂતનની ગ્રેન્ડ ડોટર પ્રનૂતન બહલને બોલીવુડમાં ઈન્ટ્રોડ્યુસ કર્યા છે. બન્ને જ પોતપોતાની એક્ટિંગથી પ્રભાવિત કરે છે. ગ્લેમર વગરના રોલમાં લોન્ચ થવું એ કોઈપણ ફિમેલ આર્ટિસ્ટ માટે મોટી ચેલેન્જ હોય છે અને પ્રનૂતને તે ચેલેન્જ પાર પાડી છે.

નોટબુકનું શૂટિંગ કાશ્મીર (જમ્મૂ)ની ખીણોમાં થયું છે. નૈસર્ગિક સુંદરતા ફિલ્મનો પ્રાણ છે અને જેને મનોજ કુમાર ખટોઈએ સુંદર રીતે કેમેરામાં કેદ કરી છે, પણ ફિલ્મનું સ્ક્રિનપ્લે અને ડાયલૉગ એટલા ઇમ્પ્રેસિવ નથી લાગતા.

ફિલ્મને નિતિન કક્કડે ડિરેક્ટ કરી છે, જેમણે આ પહેલા ફિલ્મીસ્તાન અને મિત્રો નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. નોટબુકમાં છ બાળકો પણ છે, જેમના આધારે ફિલ્મની સ્ટોરી ચાલે છે અને બધાંએ ખૂબ જ સારો અને નેચરલ અભિનય કર્યો છે.

આ પણ વાંચો : Kesari Box Office Collection:ફિલ્મ રિલીઝના સાતમાં દિવસે ઐતિહાસિક રેકોર્ડ, 100 કરોડનો આંકડો પાર

નોટબુક સામાન્ય હિન્દી ફિલ્મો જેવી લવસ્ટોરી નથી પણ ઇમોશનલ અને રોમેન્સનું મિશ્રણ છે. કાશ્મીરની સ્થિતિમાં બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવા પર અને આતંકના અંધારામાં ધકેલાઈ જતાં અટકાવવા સુધીનો મેસેજ નોટબુક ફિલ્મને જોવાલાયક બનાવે છે. આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર મળે છે.

bollywood bollywood events bollywood news bollywood movie review