Kesari એ રચ્યો ઇતિહાસ
અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે જ ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ હવે 100 કરોડથી વધુનું કલેક્શન કરી આ વર્ષની સૌથી વહેલાં શતકનો આંકડો પાર કરનાર ફિલ્મ બની છે. બૉક્સ ઑફિસ પર બેટલ ઑફ સારાગઢીની સ્ટોરીને લઈને બનેલી આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે એટલે કે બુધવારે લગભગ 6 કરોડ 52 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું. કેસરીએ 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ કરી અને હવે ફિલ્મની કુલ કમાણી 100 કરોડ એક લાખ રૂપિયા થઈ ગઈ છે.
સૌથી ઝડપી 100 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની
કેસરી આ વર્ષની સૌથી ઝડપી 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની છે. આ પહેલાં ગલી બૉયએ આઠ દિવસમાં અને ટોટલ ધમાલે 9 દિવસમાં 100 કરોડનું કલેક્શન કર્યું હતું.
સામાન્ય રીતે લોકો ઘણી વાર વાત કરતાં હોય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)શરૂ થઈ ગયા પછી ફિલ્મોનો હાલ બગડે છે. પણ કેસરીએ આ બાબતને ખોટી સાબિત કરી છે અને આવું પહેલા પણ થઈ ચૂક્યું છે. કેસરીને હૉલી ડે વીક એન્ડ મળ્યું એટલે કે હોળીની રજાઓની સાથે ચાર દિવસની કમાણીની તક મેળવી લીધી.
આ પણ વાંચો : “ધુમ” બાદ ફરી જોન અબ્રાહમ બાઇકના સ્ટંટ જોવા મળશે
કેસરી આ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ રહી અને સાથે જ અક્ષય કુમારની ફિલ્મી કારકિર્દીમાં પહેલા દિવસે વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ગોલ્ડ પછી બીજા સ્થાને આવે છે. કેસરી ભારતમાં 3600 અને ઓવરસીઝમાં 600 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતીય વીરોની વીરતાં અને સાહસની સ્ટોરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પરિણીતિ ચોપડાં છે.
બચ્ચન પાન્ડેનું અક્ષય સાથેનું શેડ્યુલ પૂરું કર્યું ક્રિતી સૅનને
23rd February, 2021 11:44 ISTકરીઅરની શરૂઆતના દિવસોમાં ઍક્શન ફિલ્મો કરીને કંટાળી ગયો હતો અક્ષયકુમાર
22nd February, 2021 13:22 ISTઅમિતાભ-અક્ષયકુમારની ફિલ્મોનું શૂટિંગ નહીં અટકાવાય: કૉન્ગ્રેસ
20th February, 2021 09:18 ISTTotal Timepaas: બૅટલફીલ્ડ કંગના રનોટનો સાચો પ્રેમ, રણવીર શૌરી કોરોના પૉઝિટિવ
18th February, 2021 13:09 IST