આજે ઓપન થાય છે નવું નાટક બડે અચ્છે લગતે હૈં

14 April, 2019 11:02 AM IST  | 

આજે ઓપન થાય છે નવું નાટક બડે અચ્છે લગતે હૈં

બડે અચ્છે લગતે હૈં

હેમંત પીઠડિયા નિર્મિત, રાજેશ સોની લિખિત અને ધર્મેશ વ્યાસ દિગ્દર્શિત નાટક ‘બડે અચ્છે લગતે હૈં’ના મુખ્ય કલાકારોમાં લીના શાહ, કરણ ત્રિવેદી, હરેશ પંચાલ, નીલેશ પંડ્યા, નેહા પકઈ, હર્ષદ પટેલ અને જિગિશા મિસ્ત્રી છે. નાટકમાં એક એવી લવસ્ટોરીની વાત કરવામાં આવી છે જે અરેન્જ્ડ મૅરેજ સાથે શરૂ થાય છે. નાટકના દિગ્દર્શક ધર્મેશ વ્યાસ કહે છે કે ‘ઝઘડા દરેક ઘરમાં થતા હોય છે, પણ એ ઝઘડા જો તમને દેખાડવામાં આવે તો ખરેખર તમને એ માટે શરમ આવે. આ નાટક જોયા પછી સૌને એવું જ લાગવાનું છે કે આપણે કેવી ખોટી અને વાહિયાત વાતોમાં ઝઘડી પડતા હોઈએ છીએ.’

રાજુ અને હેતલ ઉંમરલાયક થઈ ગયાં છે એટલે તેમનાં લગ્ન કરાવવામાં આવે છે. સાવ સામાન્ય અને સરળ અરેન્જ્ડ મૅરેજ સાથે બન્ને એકબીજાની લાઇફમાં આવે છે અને આવ્યા પછી બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થવાની શરૂઆત થાય છે. એક તબક્કો એવો આવી જાય છે કે બન્નેનો પ્રેમ ચરમસીમાએ છે અને ત્યારે જ તેમના પેરન્ટ્સ વચ્ચેનો વિખવાદ પણ એ જ ચરમના સ્તરે છે. આ ઝઘડો હવે રાજુ અને હેતલને ગભરાવે છે અને બન્નેને બીક લાગવાનું શરૂ થાય છે કે તેમના કજિયાની અસર તેમના સંબંધો પર કે પછી આવનારી નવી જનરેશન પર કેવી પડશે. બન્ને નક્કી કરે છે કે તેમણે બનાવેલી પ્રેમની દુનિયાને ઝઘડા અને કજિયાનો કોઈ કલેશ નથી જોઈતો અને એટલે જ અહીંથી નીકળી જવામાં માલ છે. રાજુ અને હેતલ ભાગી જાય છે. તેમના ભાગ્યા પછી હવે પેરન્ટ્સને પણ રિયલાઇઝ થાય છે કે બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે ભૂલ સુધારવાની છે, પણ કેવી રીતે એનો જવાબ કોઈની પાસે નથી.

આ પણ વાંચો : આજે ઓપન થાય છે નવું નાટક ધમાલ E ઇશ્ક

‘બડે અચ્છે લગતે હૈં’નો શુભારંભ આજે બપોરે સાડાત્રણ વાગ્યે ભવન્સ ઑડિટોરિયમથી થશે.

gujarat