Movie Review : India થયું cheat કે પછી ઝકડી રાખશો સીટ?

18 January, 2019 01:04 PM IST  |  | પરાગ છાપેકર

Movie Review : India થયું cheat કે પછી ઝકડી રાખશો સીટ?

વાય ચીટ ઈન્ડિયા

સ્ટાર કાસ્ટ - ઈમરાન હાશ્મી, શ્રેયા ધન્વંતરી

દિગ્દર્શક - ભૂષણ કુમાર, અતુલ કસબેકર

ભારતીય શિક્ષણ વ્યવસ્તા પર જુદી જુદી સંખ્યા બંધ ફિલ્મો બની ચૂકી છે. હવે આ લિસ્ટમાં why cheat india પણ સામેલ છે. પણ અહીં વાત એજ્યુકેશન સિસ્ટમમાં સૌથી મોટી ગરબડ એટલે કે ચીટિંગની છે. ઈમરાન હાશ્મી સ્ટારર આ ફિલ્મમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ અને પરીક્ષા દરમિયાન થતી છેતરપિંડી દર્શાવવામાં આવી છે, જેને ચીટિંગ માફિયાઓ અંજામ આપતાં હતા. ઓવરઓલ ફિલ્મની સ્ટોરી સારી છે, પણ વચ્ચે વચ્ચે તેનો વિષય ડ્રાય થતો હોય તેવું લાગે છે. જેને લીધે દર્શકો ફિલ્મ સાથે સતત ઈન્વોલ્વ નથી રહી શક્તા.

why cheat indiaમાં ચિટીંગ માફિયાઓ કેવી રીતે ઉધઈની જેમ એજ્યુકેશન સિસ્ટમને બગાડી રહ્યા છે તેની સ્ટોરી દર્શાવાઈ છે ફિલ્મની સ્ટોરી રાકેશ સિંહ ઉર્ફ રૉકીની આસપાસ ફરે છે, જે પારિવારિક મુશ્કેલીઓ અને મજબૂરીને કારણે ચીટિંગ માફિયા બની જાય છે. તે ખોટા માર્ગે નીકળી પડે છે અને તે પોતાની સાથે અન્ય માટે યોગ્ય માનવા લાગે છે. તે એજ્યુકેશન સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉપાડે છે. ગરીબ મેધાવી વિદ્યાર્થીની બુદ્ધિ અને યોગ્યતાનો ઉપયોગ કરીને અમીર બાળકોને પરીક્ષામાં પાસ કરાવે છે અને તેમના માતા-પિતા પાસેથી પૈસાની વસુલી કરે છે.

પાત્રની વાત કરીએ તો ઈમરાન હાશ્મી ફિલ્મમાં ક્રિમિનલ વ્યક્તિનું કેરેક્ટર ભજવી રહ્યા છે. જો કે તેમનું પાત્ર નેગેટિવ કે ક્રિમિનલ કરતા ગ્રે વધુ લાગે છે. આ જ વાતને કારણે તેમનું પાત્ર દર્શકોની સહાનુભૂતિ મેળવવામાં નબળું લાગે છે.

પર્ફોર્મન્સની વાત કરીએ તો ઈમરાન હાશ્મીએ દર વખતની જેમ આ વખતે પણ સારું પર્ફોર્મ કર્યું છે. ઈમરાને બીજી વાર કૉનમેન (ચીટ કરનાર વ્યક્તિ)ની ભૂમિકા ભજવી છે. આ પહેલા તે ફિલ્મ નટવરલાલમાં આ પ્રકારનું પાત્ર ભજવતા દેખાયો હતો. ફિલ્મમાં શ્રેયા ધન્વંતરીએ પણ સારું પર્ફોર્મ કર્યું છે જેની આ પહેલી ફિલ્મ છે.

આ પણ વાંચો : Movie Review: ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, મળ્યા ફક્ત આટલા જ સ્ટાર્સ

દિગ્દર્શક સૌમિક સેને ફિલ્મના વિષય - એજ્યુકેશન સિસ્ટમને ચીટિંગ માફિયાથી થતાં નુકસાનને દર્શકો સામે સફળતાપૂર્વક રજૂ કર્યો છે. ફિલ્મ સારી છે પણ દર્શકો સાથે વચ્ચે વચ્ચે જોડાણ તૂટી જાય છે પણ તેને ઈમરાન હાશ્મીનો અભિનય સાચવી લે છે. ફિલ્મમાં શાનદાર ડાયલૉગ્સ પણ છે જે દર્શકોને ગમશે. ફિલ્મમાં આઠ ગીતો છે. જેને ગુરુ રંધાવા, સૌમિક સેન, અરમાન મલિક અને તુલસી કુમારે અવાજ આપ્યો છે. સરવાળે આ એક સારી ફિલ્મ છે જે એજ્યુકેશન સિસ્ટમમાં ચીટિંગ માફિયાની પોલ ખોલે છે. આ ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર મળ્યા છે.

emraan hashmi bollywood bollywood movie review movie review film review