મૂવી રિવ્યુ : રોમિયો અકબર વોલ્ટર મળ્યા આટલા સ્ટાર

04 April, 2019 03:44 PM IST  | 

મૂવી રિવ્યુ : રોમિયો અકબર વોલ્ટર મળ્યા આટલા સ્ટાર

રોમિયો અકબર વૉલટર

બોક્સ ઑફિસ પર દેશભક્તિની ફિલ્મો જાણે કે એક પરંપરા બની ગઈ છે અને આ જ પરંપરાને આગળ વધારતા આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે જૉન અબ્રાહમની ફિલ્મ રૉ. રૉ એટલે કે રોમિયો અકબર વૉલ્ટર. આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશના જન્મની પૃષ્ઠભૂમિ પર બનાવાઈ છે.

રોમિયો એક બેન્કમાં કામ કરે છે અને રૉ તેનું એક એજન્ટ તરીકે ચયન કરીને તેને અકબર મલ્લિક બનાવીને પાકિસ્તાન મોકલે છે. તે ત્યાંથી કેટલીય મહત્વપૂર્ણ માહિતીઓ મોકલે છે. દરમિયાન તેને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોમિયોમાંથી તે અકબર મલ્લિક બનેલો રૉ એજન્ટ કેવી રીતે બન્યો, આ ઘટનાની આસપાસ જ આખી ફિલ્મની સ્ટોરી ચાલે છે.

અભિનયની વાત કરીએ તો જૉન અબ્રાહમ પોતાના પાત્રમાં જોવા મળે છે. સિકંદર ખેરની એક્ટિંગ પણ જોરદાર છે. રૉ પ્રમુખની ભૂમિકાને જેકી શ્રોફ ખાસ્સી પ્રભાવિત કરે છે. જ્યારે મોની રૉય પાસે કરવા માટે કોઈ ખાસ સ્કોપ નહોતો. છતાં, ફિલ્મની પ્રૉડક્શન વેલ્યુ સારી છે. જે પ્રકારના લોકેશન્સની પસંદગી થઈ છે તે ફિલ્મને વિશ્વસનીયતા આપે છે.

રૉની સૌથી મોટી નબળાઈ છે તેની સ્ક્રિનપ્લે! જ્યારે તમે જાસૂસી જેવા વિષય પર ફિલ્મ બનાવતા હો તો તમારે તમારા પાત્ર કરતાં વધુ મગજ ચલાવવું પડે જેનાથી નાયક ભરોસાપાત્ર લાગે. દુશ્મનોની પાર્ટીમાં હીરોઈન સાથે વાત કરવી, રસ્તા વચ્ચે ટેક્સીમાં બેસીને રોમાન્સ કરવું વગેરે એક રૉ એજન્ટ માટે મૂર્ખતાપૂર્ણ કામ છે. જેને લીધે ફિલ્મનું પાત્ર અવિશ્વસનીય લાગે છે.

આ પણ વાંચો : Happy Birthday : પરવીન બાબી જૂનાગઢમાં સંઘર્ષ કરી કઇ રીતે બની બોલ્ડ અભિનેત્રી

ઈન્ટરવલ પહેલાની વાત કરીએ તો ફિલ્મ ઘણી ધીમી અને કંટાળાજનક લાગે છે. ઈન્ટરવલ પછી ફિલ્મની સ્પીડ થોડી વધે છે પણ ત્યાર સુધી દર્શકોનું ધ્યાન પાછું ફિલ્મ પર લાવવું મુશ્કેલ છે. સંપૂર્ણપણે કહીએ તો જો રૉબી ગ્રેવાલે જો પોતાના સ્ક્રિનપ્લે પર વધુ કામ કર્યું હોત તો ફિલ્મનું સ્વરૂપ કંઈક જુદું જ હોત.

જો તમે દેશભક્તિ પર આધારિત ફિલ્મ જોવી ગમે છે અને તમને ઇતિહારમાં ડોકિયું કરવા માગો છો તો એક વાર આ ફિલ્મ જોઈ શકો છો નહીં તો અન્ય વિકલ્પ શોધો.

movie review bollywood movie review bollywood john abraham jackie shroff