મરજાવાં અને મોતીચૂર ચકનાચૂર, કઈ ફિલ્મ છે જોવા જેવી જાણો RJ મહેક પાસેથી

15 November, 2019 04:49 PM IST  |  Mumbai | Rj Mahek

મરજાવાં અને મોતીચૂર ચકનાચૂર, કઈ ફિલ્મ છે જોવા જેવી જાણો RJ મહેક પાસેથી

કઈ ફિલ્મ છે જોવા જેવી?

શરૂઆત કરીએ મરજાવાંથી..સિદ્ધાર્થ મલ્હોત્રા, તારા સુતરિયા. રકુલ પ્રીત અને 3 ફૂટના વિલન રિતેશ દેશમુખ. લવ સ્ટોરીમાં એક્શન છે, ઈમોશન છે, સોંગ્સ એકદમ મેલોડિયસ છે.રિતેશ દેશમુખની એક્ટિંગ માટે જોવા. એમના ડાયલોગ્સ અને પંચલાઈન્સ મસ્ત છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સોલો ફિલ્મ પોતાના ખભે લઈ શકે એવું દમદામ પર્ફોર્મન્ય. તારા સુતરિયા ફિલ્મમાં બોલી નથી શકતી પણ આંખો અને હાવભાવથી તેણે સારું પર્ફોર્મ કર્યું છે. રકુલ પ્રીત બહુ ગ્લેમરસ લાગે છે. બધું સારું છે પણ સ્ટોરી અને સ્ક્રીનપ્લે નબળા છે. એક વાર જોવાય. મરજાવાંને RJ મહેક તરફથી 5 માંથી 2.5 સ્ટાર.

બીજી ફિલ્મ આવી મોતીચૂર ચકનાચૂર. નવાઝુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટીની કોમેડી ફિલ્મ. નવાઝુદ્દીન દુબઈ જોબ કરતા હોય છે એટલે દુબઈ જવા અથિયા શેટ્ટીના લગ્ન ગોઠવવામાં આવે છે પણ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે ત્યારે, જ્યારે બધાને ખબર પડે છે કે નવાઝુદ્દીનને દુબઈથી જોબમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. એટલા આ લગ્ન થશે કે નહીં એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડે. ઘીસાપિટા ડાયલોગ્સ સિવાય કાંઈ નથી અને કોઈ કોઈ સીનમાં ઓવર એક્ટિંગ લાગે. આ ફિલ્મ માત્ર નવાઝુદ્દીન માટે એક વાર જોવાય. ફિલ્મને RJ મહેક તરફથી 2.5 સ્ટાર.

આ પણ જુઓઃ Rahul Patel: હીરા કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર

sidharth malhotra riteish deshmukh