જાણો રેડિયો સિટીના RJ જાનવીને કેવી લાગી Mission Mangal!

16 August, 2019 04:37 PM IST  |  વડોદરા

જાણો રેડિયો સિટીના RJ જાનવીને કેવી લાગી Mission Mangal!

જાણો રેડિયો સિટીના RJ જાનવીને કેવી લાગી Mission Mangal!

મિશન મંગલ જોયા પછી મને એટલું હેન્ગ ઓવર નથી. મને ટ્રેલર જોઈને લાગ્યું હતું કે ફિલ્મ જોઈને હું દેશપ્રેમમાં ડૂબી જઈશ, પરંતુ ફિલ્મમાં એવું નથી. હું નેશનલ જ્યોગ્રાફીની આશા લઈને ગઈ હતી પરંતુ ફેમિલી ડ્રામા જોવા મળ્યો.  જો ફિલ્મમાંથી આ ફેમિલી ડ્રામાને કટ કર્યો હતો તો વધારે મજા આવેત.

ફિલ્મ એક વાર ચોક્કસથી જોવા જેવી છે. બાળકોને લઈને ખાસ જોવી જોઈએ. જેનાથી તેમને ખબર પડે કે આપણો દેશ કેટલો મહાન છે. મંગળયાન કે ચંદ્રયાન લૉન્ચ થાય છે ત્યારે આપણે તેમના વિશે પેપરમાં વાંચીએ છે અને ભૂલી જઈએ છે પરંતુ તેમને લાંબા સમય સુધી યાદ રાખવા જરૂરી છે. તમે પણ જાઓ અને ફિલ્મ જુઓ, પણ ફેમિલી ડ્રામાંથી કંટાળી ન જતા.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

એક્ટિંગની વાત કરીએ તો તમામ અભિનેત્રીઓનો અભિનય સરસ છે. અક્ષય કુમારનો પણ અભિયન ઉમદા છે. ઑવરઓલ ફિલ્મ મજેદાર છે. એકવાર જોવા જેવી ખરી...

akshay kumar taapsee pannu vidya balan