Kalank Movie Review:ભારતીય સિનેમા પર 'કલંક', વાંચો RJ Harshilનો રિવ્યુ

17 April, 2019 04:45 PM IST  |  | RJ હર્ષિલ

Kalank Movie Review:ભારતીય સિનેમા પર 'કલંક', વાંચો RJ Harshilનો રિવ્યુ

ડિરેક્ટરઃ અભિષેક વર્મન

સ્ટારકાસ્ટઃ સંજય દત્ત, માધુરી દિક્ષીત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર

ફિલ્મના પહેલા જ સીનથી ખબર પડી જાય છે કે આ એક ઈન્ટેન્સ લવસ્ટોરી છે, જેમાં થોડું મેલોડ્રામેટિક કન્વર્ઝેશન છે. કલંકની સ્ટોરી ક્યાંક ક્યાંક ફિલ્મ 'ત્રિશૂલ'ને મળતી આવે છે. પાર્ટિશન સમયની પ્રેમ કથા... બધા જ કેરેક્ટર્સ એકબીજા સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલા છે. અને દરેક પાત્રની પોતાની વ્યથા છે. બસ આ વ્યથા જ ફિલ્મનો મેઈન પ્લોટ છે.

જો કે ફિલ્મમાં સૌથી વધુ હાઈલાઈટ થાય છે વરુણ ધવન અને આલિયા ભટ્ટ. આ બંને સ્ટાર્સ એકબીજા સાથે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા અને સ્ટુડન્ટ ઓફ ધી યર જેવી ફિલ્મો કરી ચૂક્ય છે. જો કે તેમ છતાંય બંનેની કેમેસ્ટ્રી સ્ટ્રોંગ નથી લાગતી. આદિત્ય રોય કપૂર અને આલિયા વચ્ચેના સીન વધુ સારા છે. સોનાક્ષી અને સંજય દત્તના રોલ નાના છે. તો માધુરી દિક્ષીત એઝ યુઝઅલ ગ્રેસફુલ છે. સંજય દત્ત અને માધુરી દિક્ષીત આ બંનેની જોડી એક સમયે જામતી હતી. એક સમયના રીલ લાઈફ લવર્સને ફરી એકવાર સાથે જોવાની મજા આવે છે.

ફિલ્મના સેટ્સ જાણે સંજય લીલા ભણસાલીને ટક્કર આપવા બનાવ્યા હોય તેવા છે. પણ ભણસાલી તો ભણસાલી છે. ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટસ ખૂબ જ પૂઅર છે. ખાસ કરીને વરુણનો બુલ ફાઈટ વાળો સીન તો મજાક જ લાગે છે, જાણે વીડિયોગેમ ચાલતી હોય એવી ફિલીંગ આવે.

મરતે હુએ કો અપને કર્મ ઠીક કરને ચાહિયે, તબિયત નહીં
બસ કિસી કી બરબાદી અપની જીત જૈસી લગે તો હમ જૈસા બરબાદ કોઈ નહીં.

આવા વનલાઈનર્સ અને કેટલાક ડાયોગ્સ સારા છે. પણ સામે ક્લાઈમેક્સ ખૂબ લાંબો છે. ફિલ્મની લંબાઈ પણ એક પ્રોબ્લેમ છે. 170 મિનિટની ફિલ્મ એમાંય પહેલી 50 મિનિટમાં તો 4 ગીતો આવે છે. એટલે ટોટલ 6 ગીત છે.

આ પણ વાંચોઃ Kalank : મુઘલ-એ-આઝમની મધુબાલાથી પ્રેરિત છે આ ગીતમાં કિયારાનો લૂક

ફિલ્મમાં એક્ટિંગ, સ્ટોરી સિવાય બાકી બધું ફર્સ્ટ ક્લાસ છે, એટલે મારા તરફથી ફિલ્મને 5 માંતી 2.5 સ્ટાર

sanjay dutt madhuri dixit alia bhatt varun dhawan sonakshi sinha karan johar