Angrezi Medium Movie Review: મળ્યા આટલા સ્ટાર્સ

13 March, 2020 01:31 PM IST  |  Mumbai Desk | Parag Chhapekar

Angrezi Medium Movie Review: મળ્યા આટલા સ્ટાર્સ

અંગ્રેજી મીડિયમ

માતા પિતા માટે તેમના બાળકો તેમનું સર્વસ્વ હોય છે. પોતાના બાળકો માટે તે કોઇપણ હદ સુધી જઈ સકે છે, પછી તે રાહમાં તેમને કેટલા પણ કષ્ટ કેમ ન હોય. પણ જો તેમાં એક બાળકનું કશુંક સારું થઈ રહ્યું હોય તો તે એક ક્ષણ વાર પણ વિચાર્યા વગર કંઇપણ કરી છૂટવા તત્પર રહે છે, અને બાળકો મોટા થયા પછી જ્યારે આઝાદીને નામે પોતાની પરંપરાઓ, પરિવાર અને તે પ્રેમથી દૂર થવા માગે તો તેમના પર શી અસર થાય છે તે ખૂબ જ સારી રીતે રમૂજી અંદાજે ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'માં બતાવવામાં આવ્યું છે.

આ સ્ટોરી છે રાજસ્થાનમાં રહેતા ચંપકની (ઇરફાન ખાન) ચંપક રાજસ્થાનના જાણીતા કંદોઇ ઘસીટારામના પૌત્ર છે. અને ઘસીટારામનું નામ વાપરવા માટે એક મોટો પરિવાર અંદરોઅંદર લડાઇ કરે છે અને રસપ્રદ વાત એ છે કે લડાઇ ફક્ત કાયદાકીય છે બાકી અંદરોઅંદર પ્રેમ જળવાયેલો છે. ચંપકે પોતાની દીકરી તારિણી (રાધિકા મદાન)ને બાળપણથી જ એકલા હાથે ઉછેરી છે. તારીણીનું સપનું છે કે બ્રિટેનમાં જઈને વાંચવું અને તે માટે ચંપક કેટલાક પાપડ વણે છે, અને આમાં તેને સપોર્ટ કરે છે તેને પિત્રાઇ ભાઇ ઘસીટારામ બંસલ (દીપક ડોબરિયાલ). શું ચંપક પોતાની દીકરીને લંડન લઈ જઈ શકશે? શું તારીણીનું સપનું પૂરું થશે? આવા જ તાણાવાણાંથી ગુંથાયેલી છે ફિલ્મ અંગ્રેજી મીડિયમ.

નિર્દેશક હોમી અદાજાનિયાએ બાપ-દીકરીના સંબંધોને ખૂબ જ સારી રીતે પડદા પર ઉતાર્યા છે તો બીજી તરફ અંદરોઅંદર થતી કાયદાકીય લડાઇ લડતાં દીપક ડોબરિયાલ અને ઇરફાન ખાનની કેમિસ્ટ્રી પણ ખૂબ જ સરસ રીતે પડદા પર રજૂ કરી છે. ઇરફાન ખાન, દીપક ડોબરિયાલ અને કિકૂ શારદાની બાળપણની મિત્રતા સંબંધોની એક જુદી જ પરિભાષા રજૂ કરે છે. જે રીતે હોમીએ અંગ્રેજી મીડિયમને સંબંધોના મેટાફર સાથે જોડી છે તે ખરેખર વખાણવા લાયક છે.

ઇરફાન ખાન ચંપક જૈનના પાત્રમાં સંપૂર્ણ રીતે છવાઇ જાય છે. તેને પડદા પર જોવું સુખદ છે. દીપક ડોબરિયાલ તેનો સંપૂર્ણરીતે સાથ આપે છે. રાધિકા મદાન પોતાની અભિનય ક્ષમતા પોતાની પહેલી જ ફિલ્મમાં સાબિત કરી ચૂકી છે આ પાત્ર ફરી એકવાર તેની અભિનય ક્ષમતાને દર્શાવે છે. કિકૂ શારદા ગણતરીના કૉમેડિયન્સમાંના એક છે જે ઉમદા અભિનય પણ કરે છે. તેમના અન્ય સાથી કૉમેડિયન્સ પોતાના નબળાં અભિનયનો પરિચય જુદી-જુદી ફિલ્મોમાં આપી ચૂક્યા છે.

ઘણાં સમય પછી ડિમ્પલ કપાડિયાને મોટા પડદા પર જોવું ખૂબ જ સુખદ અનુભવ રહ્યો. તેમનો સહજ અભિનય જ તેમનો ગુણ છે. કરીના કપૂરનો ભાગ ખાસ વધારે ન હતો, પણ જેની માટે તેને રાખવામાં આવી છે જે જવાબદારી તેણે સુપેરે ભજવી છે. કુલ મળીને એ કહી શખાય કે 'અંગ્રેજી મીડિયમ' 'હિન્દી મીડિયમ' જેટલી સશક્ત તો નહીં પણ બાપ દીકરી-ભાઇ, ભાઇ-ભાઇ અને મિત્રોની ભાવનાઓની યાત્રા છે જે તમારા મનને સ્પર્શી લે છે. પોતાની બીમારીથી લડતાં ઘણાં સમય પછી મોટા પડદા પર આવનારા ઇરફાન ખાન માટે આ ફિલ્મ તો જોવી જ જોઇએ.

રેટિંગ : 3.5 સ્ટાર

bollywood movie review bollywood bollywood news bollywood gossips entertainment news irrfan khan kareena kapoor